Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકીઃ રૃા.૧ લાખની ચલણી નોટ ખાખ

શોર્ટ સર્કીટથી આગ લાગ્યાની સંભાવનાઃ

જામનગર તા. ૨૯ઃ કાલાવડના કુંભારવાડામાં આવેલા એક મકાનમાં ગઈકાલે બપોરે આગ ભભૂકતા કેટલીક ઘરવખરી અને રૃા.૧ લાખની ચલણી નોટ સળગી ગઈ હતી. ત્યાં વસવાટ કરતો પરિવાર સમયસર બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરના જવાનોએ દાગીના તથા અન્ય રોકડ રકમ ખાખ થતી બચાવી લીધી હતી.

કાલાવડ શહેરના લીમડા ચોક વિસ્તારમાં આવેલા કુંભાર વાડા સ્થિત યોગેશભાઈ ધોળકીયાના રહેણાંક મકાનમાં ગઈકાલે બપોરે કોઈ કારણથી આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગ્યાની જાણ થતાં કાલાવડ નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ ધસી ગયો હતો. ત્યાં શરૃ કરવામાં આવેલા પાણીના મારા વચ્ચે ગણતરીની કલાકોમાં આગ કાબુમાં આવી ગઈ હતી પરંતુ તે પહેલાં આગમાં કેટલીક ઘરવખરી અને ઘરમાં રાખવામાં આવેલી રૃા.૧ લાખની ચલણી નોટ સળગી ગઈ હતી.

આગ લાગતા જ તે મકાનમાં રહેતા વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે ઘરમાં રહેલી રૃા.૩ લાખની અન્ય રોકડ તથા દસેક લાખના ઘરેણા ખાખ થતાં બચાવી લઈ બહાર કાઢ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh