Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાંથી ભાઈઓની કુલ ૩૬ અને બહેનોની કુલ ૩૪ ટીમ અને કુલ ૧૧૦૦ ખેલાડી વચ્ચે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત એસજીએફઆઈ સીધી રાજ્ય કક્ષાની અંડર-૧૯ સોફ્ટબોલ સ્પર્ધા જામનગરની શ્રી ગણેશ વિદ્યાલય, ધ્રોળ તાલુકામાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ભાઈઓની કુલ ૩૬ અને બહેનોની કુલ ૩૪ ટીમોએ ભાગ લીધો હતો, અને કુલ ૧૧૦૦ જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં જોડાયા હતાં. આ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકમાં સુમન વિદ્યાલય-અમદાવાદ, બીજા ક્રમે ધ ફ્રેંડઝ હાઈસ્કૂલ, સલાલ-બનાસકાંઠા અને ત્રીજા ક્રમે વાણિયામીલ બીલીમોરા નવસારીએ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કનેરિયા ગર્લ્સ સ્કૂલ-જૂનાગઢ, બીજા ક્રમે ડી.એસ. પટેલ-આણંદ અને ત્રીજા ક્રમે ડી.એન.જે.ડીસા-બનાસકાંઠાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી પામેલા ગુજરાત રાજ્યની સોફ્ટબોલ ભાઈઓ તથા બહેનોની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ મહારાષ્ટ્રમાં રમવા જશે. ખેલાડીઓને ભોજન, નિવાસ અને આવવા-જવા માટેનું પ્રવાસભથ્થું રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત અધિકારી, જામનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા રમતગમત અધિકારી, બી.જે. રાવલિયાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial