Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઉદ્યોગનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ત્રાટકી

ઝેરી કેમિકલ્સનું પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો પર તવાઈ

જામનગર તા. ર૯ઃ જામનગરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીની ટીમ દ્વારા ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવી હતી. જો કે, આ અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

જામનગરના શંકર ટેકરી, ઉદ્યોગનગર, દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો કાર્યરત છે. તેમાંથી અમુક ઉદ્યોગકારો દ્વારા કેમિકલ વાળો ઝેરી કચરો, પ્રવાહીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે તેવી ફરિયાદના આધારે ગઈકાલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરીની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કસુરવાર જણાતા એકમના સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. જો કે, જામનગરની કચેરીના અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જણાવ્યું હતું પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ મોટા પાયે ચેકિંગ કરાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh