Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સ્વાસ્થ્યની સેવા' હેઠળ મહાશ્રમદાનઃ ધારાસભ્ય સહિત મહાનુભાવો જોડાયાઃ
જામનગર તા. ર૯ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોળમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન અધિકારીઓ અને લોકોએ એક કલાકના મહાશ્રમદાનમાં સહભાગી બની મામલતદાર કચેરીની આજુબાજુ સફાઈ કરી હતી. આ તકે રાઘવજીભાઈએ કહ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં, પરંતુ નાગરિકોની જીવન શૈલીમાં પાયાનો સિદ્ધાંત બન્યો છે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ હેઠળ કેબિનેટમંત્રી અને અધિકારીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન દેશ વ્યાપી બન્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં, પરંતુ નાગરિકોના જીવનની રીતમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે. આ અભિયાનથી લોકભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા માત્ર પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવન શૈલી છે તેવું લોકો સ્વીકારતા થયા છે. આપણી આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવો એ આપણી જવાબદારી છે.
કેબિનેટમંત્રીએ જણાવ્યું હતુંકે, અઠવાડિયામાં એક વખત એક કલાક સુધી આપણે સૌએ મહાશ્રમદાનનું આયોજન કરવું જોઈએ અને તેમાં સહભાગી થઈને જામનગર જિલ્લાને સ્વચ્છ બનાવવાની જવાબદારી ઊઠાવવી જોઈએ.
આ અભિયાનમાં સૌએ ધ્રોળ મામલતદાર કચેરી તેમજ તેની આજુબાજુમાંથી કચરો એકત્રિત કર્યો હતો. આ અભિયાનમાં મંત્રી સાથે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન શિયાર, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, અગ્રણીઓ તેમજ આજુબાજુના લોકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial