Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના યુવા શિક્ષક પીએચડી થયા

પુરાણોમાં નહીં લખાયેલા ૧૭ વિષયો પર નિબંધઃ

દ્વારકા તા.     ર૯ઃ દ્વારકાના વતની અને દ્વારકાના વસઈ પ્રાથમિક શાળાના સંસ્કૃત શિક્ષક દુષ્યંતભાઈ રવિન્દ્રભાઈ અત્રિએ યુવા વયમાં જટિલ વિષય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. દુષ્યંતભાઈએ પુરાણોમાં વેદવ્યાસજી દ્વારા ન લખાયેલા ૧૭ વિષયો પર મહાશોધ નિબંધ ભાયાવદર કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ.ડી. સવસાણીના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી દુષ્યંતભાઈને પીએચડીની પદવી એનાયત કરી છે. તેમને દુષ્યંતભાઈએ તેમના શિક્ષક દાદા છોટાલાલ પાસેથી સંસ્કૃતની ગળથૂથી મેળવ્યા પછી પિતા રવિન્દ્રભાઈ અત્રિ (ભાગવતાચાર્ય - દ્વારકા) ના માર્ગદર્શનમાં સંસ્કૃત ભાષામાં મહારત પ્રાપ્ત કરી છે. અને તેમની સફળતામાં તેમના દાદા તથા પિતાનો પાયારૃપ સિંહફાળો રહ્યો છે. દ્વારકાના ડો. દુષ્યંત અત્રિ સ્થાનીય અગ્રણીઓ તેમના શિક્ષણવિદ્દો શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh