Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેલ્થકાર્ડનું વિતરણઃ યોજનાકીય માર્ગદર્શન-પ્રદર્શન
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લાના જામજોધપુર એપીએમસીમાં રવિ કૃષિ મહોત્સવ-ર૦ર૩ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટોલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ યાત્રિકરણ, સોલાર પાવર, યુનિટ અને બાગાયતના મધમાખી યુનિટના સહાય મંજુરી પત્રો-પેમેંટ ઓર્ડર અને ઓઈલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુ સારવાર કેમ્પ, આઈસીડીએસ શાખા દ્વારા વિવિધ મિલેટમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુના સ્ટોલ, કૃષિની સહાય યોજનાઓ અંગેનો સ્ટોલ, પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જીએએલ તેમજ અન્ય સ્ટોલ રાખવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન, જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદીપભાઈ, જામજોધપુર તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, એપીએમસીના ડિરેકટર તાલુકા વિકાસ અધિકારી જે.કે. બલદાણિયા, મદદનીશ ખેતી નિયામક પૂર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયા, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial