Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરી કરતા ૪૫ વ્યક્તિઓનો આબાદ બચાવઃ
ખંભાળિયા તા. ૨૯ઃ કલ્યાણપુર પાસે ગઈકાલે દ્વારકા-સોમનાથ રૃટની એસટી બસના ચાલકે કોઈ કારણથી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ બનેલી બસ વીજ થાંભલા સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં સદ્ભાગ્યે તમામ મુસાફરનો બચાવ થયો છે. આ બસમાં ૪૫ વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પાસેથી ગઈકાલે સાંજે પસાર થઈ રહેલી દ્વારકાથી સોમનાથ જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ કોઈ રીતે સર્પાકારે દોડી નજીકમાં આવેલા વીજ થાંભલા સાથે ટકરાઈ પડી હતી.
જીજે-૧૮-ઝેડ ૩૨૭૯ નંબરની બસ દ્વારકાથી ઉપડ્યા પછી હજુ કલ્યાણપુર પહોંચી હતી. ત્યારે તેના ચાલકે કોઈ કારણથી સ્ટીયરીંગ પરનો કાબુ ગૂમાવ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ બસમાં ૪૫ મુસાફરો હતા. બસ થાંભલા સાથે ટકરાઈને રોડની તરફ ધકેલાઈ જતાં તેમાંથી તમામ મુસાફરો ઉતરી પડ્યા હતા. તેઓએ રસ્તા પર બેસીને એસટીની બીજી બસની રાહ જોવી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial