Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જગતમંદિરમાં આ સમયગાળામાં અંદાજે ૭પ લાખની થઈ આવક
દ્વારકા તા. ર૯ ઃ દ્વારકા યાત્રાધામમાં તા. ૧૩ નવેમ્બરથી ર૭ નવેમ્બર સુધીના છેલ્લા ૧પ દિવસમાં દિવાળી અને નૂતન વર્ષ તથા દેવ દિવાળી સુધીમાં આઠ લાખ ચાલીસ હજાર યાત્રીઓએ દ્વારકાધીશના દર્શન કર્યાનું દ્વારકાધીશ દિવસ સમિતિએ જણાવ્યું છે. દ્વારકાધીશ મંદિરની ભોગ અને રોકડ ભેટ મનોરથો તથા પ્રસાદ વિતરણમાં કુલ મળીને રૃા. ૭પ લાખની અંદાજિત આવક દ્વારકાધીશ દર્શન સમિતિમાં નોધાઈ છે.
દ્વારકાના વર્ષોના ઈતિહાસમાં ઐતિહાસિક કહી શકાય તો આ પ્રવાસીઓના આવકના આંકડા અને નાણાકીય આવકના આંકડા જોતા હવે દ્વારકાનું વિશેષ રીતે ધર્મમય મહત્ત્વ પ્રવાસીઓના અને ધાર્મિક ક્ષેત્રના લોકોમાં ખૂબ જ વધતું જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અને ખાસ કરીને પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકાના વિકાસ માટે થયેલા પ્રયત્નો સફળ થયા હોય તેવું કહી શકાય. કોરોના કાળ પછી ધાર્મિક પ્રવાહ અને જનજાગૃતિ સમગ્ર દેશમાં ખાસ કરીને હિન્દુ વર્ગમાં વધ્યા છે. જેને લઈને પણ દ્વારકા યાત્રાધામમાં છેલ્લા બે વર્ષથી યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોઉત્તર ખૂબ જ વધારો જોવા મળ્યો છે. વર્ષ ર૦ર૪ ના નવા વર્ષમાં જ્યારે બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ શરૃ થઈ જશે ત્યારે નોંધી ન શકાય તેવો પ્રવાહ પ્રવાસી યાત્રિકોનો શરૃ થશે તેવી ધારણા છે.
આ વરસે ડિસેમ્બર મહિનામાં દિવાળીના તહેવારો જેવો જ યાત્રિકોનો ધસારો રહેશે તેવી ધારણા છે. દ્વારકાની હોટલોમાં ડિસેમ્બર મહિનાના એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે. શિયાળાની સિઝન અને રજાઓના કારણે દ્વારકા તથા શિવરાજપુર બીચના પ્રવાસે મોટી સંખ્યામાં યાત્રિકો આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial