Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કામદાર વિકાસ નિગમ હસ્તકની યોજનાઓનો મહત્તમ લાભ લેવા તંત્રનો અનુરોધ

રાહત દરે લોન ઉપરાંત સબસીડી પણ મળે છે

ખંભાળીયા તા. ર૯ઃ જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને અનુસૂચિત જાતિ, કલ્યાણના નાયબ નિયામકની યાદી જણાવે છે કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધોરણની કેટલીક યોજનાઓ અમલમાં છે, જેમાં રાહત દરે ધિરાણ ઉપરાંત સરકારી સબસીડીની પણ જોગવાઈ છે.

જે અંતર્ગત મહિલા સમૃદ્ધિ યોજના, માઈક્રોક્રેડિટ ફાઈનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના, ઈ-રિક્ષા લોન, જનરલ ટર્મ લોન તથા જી૫ટેકસી લોન માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. તે કન્ફર્મ થયા પછી અરજદારોને ૩૦ મી ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષાની નિગમની કચેરીમાં નિયત સ્થળે આધારભૂત પુરાવા સાથે ફોર્મની પ્રિન્ટ રજુ કરવાની થાય છે, વધુ માહિતી સંબંધિત કચેરીઓમાંથી મળી શકશે.

આ યોજનાનો મહત્તમ લાભ લેવા નિગમ તથા નાયબ નિયામક તરફથી અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh