Advertisement
Author: નોબત સમાચાર

કેફી પીણાંનો વેપલો કરતા વેપારી અને જામનગરના બે સહિત સાત સામે ગુન્હો

સાડા ત્રણ મહિના પહેલાં ઓખાની વેસ્ટર્ન જેટીમાં પાડવામાં આવ્યો હતો દરોડોઃ

જામનગર તા. ૨૯ઃ ઓખા સ્થિત આર.કે. બંદરની વેસ્ટર્ન જેટીમાં સાડા ત્રણ મહિના પહેલાં પોલીસે દરોડો પાડી આયુર્વેદિક પીણાંના નામે વેચાતી કેફી પીણાંની બોટલો કબજે કરી હતી. તેના પૃથ્થકરણના રિપોર્ટમાં કેફી પદાર્થ હોવાનું જાહેર થતાં જામનગરના બે શખ્સ સહિત સાત સામે ઓખાના પીએસઆઈએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ વ્યક્તિઓએ કેફી પીણંુ વેચ્યાનો એક અને જીએસટી નંબરમાં છેકછાક કરી ખોટા બીલ બનાવ્યાનો બીજો ગુન્હો રજીસ્ટર થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પરની વેસ્ટર્ન જેટીમાં મહાદેવ નામની દુકાનમાં ગઈ તા.૨-૮-૨૩ના દિને પોલીસે દરોડો પાડી ત્યાંથી આયુર્વેદિક પીણાંના નામે વેચાતા કેફી પીણાંની બોટલો કબજે કરી હતી. દુકાનદાર ઓખાની નવી નગરીવાળા નિલેશ ભરતભાઈ કાસ્ટાની દુકાનમાંથી તે બોટલ કબજે લઈ પોલીસે પૃથ્થકરણ માટે મોકલી હતી.

તેનો રિપોર્ટ આવ્યા પછી આ પીણાંમાં કેફી પદાર્થની ઉપસ્થિતિ હોવાનું જણાઈ આવતા ઓખા મરીન પોલીસ મથકના પીએસઆઈ આર.આર. જરૃએ ખુદ ફરિયાદી બની નિલેશ કાસ્ટા તેમજ કલ્યાણપુરના ખીજદળના વિરેન્દ્રસિંહ સુરૃભા જાડેજા, જામનગરની ગોકુલ ધામ સોસાયટીમાં શિવમ એવન્યુ-રમાં રહેતા અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, કે.પી. શાહની વાડીમાં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના પંકજ પ્રભુદાસ વાઘેલા તેમજ એએમબી ફાર્મા-સીલ્વાસાના પ્રોપરાઈટર શિતમ ભાવે તથા હર્બો ગ્લોબલ ફાર્મા. લિમિટેડ-સિલ્વાસાના પ્રોપરાઈટર સહિત સાત સામે ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. ઉપરોક્ત વ્યક્તિઓએ મોટરમાં તે પીણાંની હેરાફેરી કરી હતી અને બીલમાં દર્શાવાયેલા જીએસટી નંબરના અંકમાં ફેરફાર કરી ખોટા દસ્તાવેજ પણ ઉભા કર્યા હતા.

આવી જ રીતે ઓખાની નવીનગરીમાં રહેતા કુલદીપ સિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ખીજદળના વિરેન્દ્રસિંહ સુરૃભા જાડેજા, અર્જુનસિંહ મહિપતસિંહ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ, પંકજ પ્રભુદાસ અને શિતમ ભાવે સહિતના સાતેય સામે આઈપીસીની કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ હેઠળ બીજો ગુન્હો પણ નોંધાવાયો છે. જેમાં કુલદીપસિંહ અને વિરેન્દ્રસિંહની અટકાયત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh