Advertisement
Author: નોબત સમાચાર

તેલંગણામાં ૩૦ નવેમ્બરે તમામ ૧૧૯ બેઠક પર મતદાન

૩.ર૬ કરોડ મતદારો રર૯૦ ઉમેદવારોનું ભાવિ કરશે નક્કીઃ કલમ-૧૪૪ લાગુ

હૈદ્રાબાદ તા. ર૯ઃ તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે ૩૦ મી નવેમ્બરે મતદાન થશે. ૧૧૯ બેઠકો પર રર૯૦ ઉમેદવારો મેદાનમાં છે, જેનું ભાવિ ૩.ર૬ કરોડ મતદારો નક્કી કરશે.

તેલંગણામાં રાજ્ય વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. પ્રચારના અંતિમ દિવસે મતદારોને ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને સત્તાધારી બીઆરએસએ સંપૂર્ણ તાકાત લગાવી લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને અમિત શાહ સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે. આ માટે કોંગ્રેસનું એક ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું હતું. 'મૂર્ખો કા સરદાર' ટિપ્પણી માટે વડાપ્રધાન મોદી અને 'રાહુ-કેતુ' ટિપ્પણી માટે અમિત શાહ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે મધ્યપ્રદેશના પાલીઘટના ચૂંટણી અધિકારી સામે પોસ્ટલ બેલેટ સાથે ચેડા કરવાનો પણ આરોપ મૂક્યો છે.

ઉલ્લેખનિય છે કે, તેલંગણામાં ૩૦ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સહિત કુલ રર૯૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં ૩.ર૬ કરોડ મતદારો છે. મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે જણાવ્યું હતું કે, ચૂંટણી માટે ર.પ૦ લાખથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

ભારત રાષ્ટ્ર સમિતિએ રાજ્યની તમામ ૧૧૯ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. બેઠક વહેંચણી સમજુતિ હેઠળ ભાજપ ૧૧૧ અને જન સેના ૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૧૮ બેઠકો અને સીપીઆઈ(એમ) એક બેઠક પર ચૂંટણી લડી રહી છે. બીઆરએસ સતત ત્રીજી વખત સત્તા મેળવવાના પ્રયતનો કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ફરીથી સત્તા મેળવવાના પ્રયત્નો કરી રહી છે. પાંચ રાજ્યોની સાથે ત્રણ ડિસેમ્બરે તેલંગણા વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે. કેસીઆર કામારેડ્ડી અને ગજવેલ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh