Advertisement
Author: નોબત સમાચાર

સચાણામાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડતી જામનગર એસઓજી ટીમ

કહેવાતા દવાખાનામાંથી તબીબી સાધનો કબજે લેવાયાઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના સચાણા ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હતો તેની બાતમી મળી જતાં ધસી ગયેલી એસઓજી ટીમે મૂળ બિહારના આ શખ્સને પકડી પાડી તેની સામે ડોક્ટર ન હોવા છતાં સારવાર કરવા અંગે ગુન્હો નોંધાવ્યો છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા, સ્ટેથોસ્કોપ સહિતના તબીબી સાધનો કબજે લેવાયા છે.

જામનગર-જોડિયા માર્ગ પર આવેલા સચાણા ગામમાં એક શખ્સ તબીબ ન હોવા છતાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી એસઓજીના હર્ષદભાઈ, સી.એમ. જાડેજા, દિનેશભાઈ, અનિરૃદ્ધસિંહને મળતા ગઈકાલે સાંજે પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળ અને પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ. બાર અને ટીમે સચાણામાં મચ્છીપીઠમાં શકીનાબેન હાસમભાઈ ભગાડા નામના મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાન ભાડે રાખી ત્યાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લાના વતની ઈસ્માઈલ આલમરાહી શેખ નામનો શખ્સ મળી અવ્યો હતો. આ શખ્સ ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને તપાસી દવા તથા ઈન્જેક્શન આપવા ઉપરાંત બાટલા પણ ચઢાવતો હતો. આ બોગસ ડોક્ટર સામે પંચકોશી- એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. તેના કહેવાતા દવાખાનામાંથી જુદી જુદી કંપનીની દવા, સ્ટેથોસ્કોપ વગેરે તબીબી સાધનો કબજે કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh