Advertisement
Author: નોબત સમાચાર

પાડોશી મહિલાઓ વચ્ચે થયેલા મનદુખ પછી એક યુવાન પર મુઠથી કરાયો હુમલો

મનદુખનું થઈ ગયું હતું સમાધાનઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવારના મહિલા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા પછી સમાધાન થયું હતું તેમ છતાં ગઈકાલે બંને મહિલાના પુત્રો સામસામા મળી જતાં એક યુવાન પર મુંઠ વડે હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજની જગ્યા પાસે રહેતા શક્તિસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના યુવાન પર ગઈકાલે સાંજે તેમના પાડોશી વિશ્વરાજ સિંહ કિશનસિંહ વાળાએ મુંઠ વડે હુમલો કર્યાે હતો.

પાડોશમાં જ રહેતા બંને વ્યક્તિના માતાઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે પછી બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. ત્યારપછી ગઈકાલે સાંજે જ્યારે શક્તિસિંહ પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે સામા મળી ગયેલા વિશ્વરાજસિંહે તને શેનો પાવર છે, મારી માતા સામે કેમ બોલે છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી હુમલો કર્યાે હતો. પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh