Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણચોકથી મોરકંડા સુધી ડામર રોડ બનાવવા રજુઆત

જામનગર તા. ર૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી મોરકંડા સુધી મેટલ રોડનું કામ મંજુર કરવામાં આવ્યું છે. ખરેખર આ માર્ગ મેટલ રોડ નહીં પણ ડામર રોડ બનાવવાની જરૃર છે, તેના બદલે મેટલ રોડ મંજુર કરી આ વિસ્તારના લોકોને લોલીપોપ આપી દેવામાં આવી છે.

આ માર્ગ ૪૦ હજારની વસતિને અસરકર્તા છે. દરરોજ હજારો લોકોની અવરજવર થાય છે. મેટલ રોડથી સમસ્યાનો ઉકેલ  આવશે નહીં. મેટલ રોડ ઉપર ડામરનો સીલીકોટ અને બેઈઝ કોટ કરી સંપૂર્ણપણે ડામર રોડ બનાવવા કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જો ડામર રોડનું કામ મંજુર નહીં થાય તો આસપાસના વિસ્તારના લોકો સાથે રાખીને જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh