Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૫૦,૫૦૦ દંડપેટે ભરવા કરાયો હુકમઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક આસામી સામે રૃા.૫૦,૫૦૦ના ચેક પરતની સોસાયટીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તે આસામીને તક્સીરવાન ઠરાવી ચેકની રકમ મુજબનો દંડ અને એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ હરસુખ હરજીભાઈ બાલાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. આ લોન ભરપાઈ કરવા તેઓએ ચેક આપ્યો હતો.
સોસાયટીએ તે ચેક બેંકમાં રજૂ કરતા ચેક રિટર્ન થયો હતો. વકીલ દ્વારા નોટિસ પાઠવાયા પછી પણ લેણું ભરપાઈ કરવામાં ન આવતા હરસુખભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હરસુખભાઈ હરજીભાઈ બાલાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૫૦,૫૦૦નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ એલ. પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ.ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial