Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફરસાણના જૈન વેપારી વૃદ્ધે અકળ કારણથી દવા પી કરી આત્મહત્યા

ખંભાળિયાના નાના આંબલામાં પરિણીતાએ ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરમાં જૈન સંસ્થામાં ફરસાણનો વ્યાપાર કરી પ્રખ્યાત બનેલા એક વૃદ્ધે સોમવારે સવારે પોતાના ઘરે અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ વૃદ્ધે કોઈ કારણથી તાજેતરમાં જ ધંધાનંુ સ્થળ બદલાવ્યું હતું. તે પછી તેઓએ વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે. તે ઉપરાંત ખંભાળિયાના નાના આંબલા ગામમાં એક પરિણીતાએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારથી આગળ કિસાન ચોક ૫ાસે આવેલી ન્યુ પટેલ કોલોની નજીકના ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા મધુભાઈ મોહનભાઈ ઠક્કર નામના એંસી વર્ષના વણિક વૃદ્ધે સોમવારે સવારે છએક વાગ્યે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

દવાની ઝેરી અસર થવા લાગતા તેમના પરિવારને જાણ થઈ હતી. આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સિટી-એ ડિવિઝનના જમાદાર એમ.આર. પરમારે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા છે અને પુત્ર અનિલ ભાઈ (ઉ.વ.૫૦)નું નિવેદન નોંધ્યું છે.

આ બનાવમાં મૃત્યુ પામનાર મધુભાઈ વર્ષાેથી જામનગરના લાલબંગલા વિસ્તારમાં આવેલા જૈન પ્રવાસીગૃહમાં ફરસાણનો વ્યવસાય કરતા હતા. જેમાં તેઓએ નામના કમાઈ હતી. તે દરમિયાન કોઈ કારણથી તેઓને જૈન પ્રવાસીગૃહમાં ધંધાનું સ્થળ ખાલી કરવું પડ્યું હતું અને તેઓએ પુત્ર અનિલભાઈ સાથે મળી પોતાનો વ્યવસાય નગરના અન્ય વિસ્તારમાં શરૃ કર્યાે હતો. જો કે, ત્યાં દુકાન ટ્રાન્સફર કર્યા પછી ગણતરીના દિવસમાં મધુભાઈએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં વસવાટ કરતા આબેદાબેન ભીખુભાઈ ગજણ નામના એકત્રીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે અગમ્ય કારણથી પ્રેરાઈને પોતાના ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં આબેદાબેનને નીચે ઉતારી સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલાં આ મહિલાનું મૃત્યુ થયાનું જાહેર થયું છે. નાના આંબલા ગામમાં જ રહેતા મૃતકના માતા ખમીશાબેન દાઉદભાઈ સંઘારનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh