Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા. ચાર કરોડના ખર્ચે બંધાયેલા
જામનગર તા. ર૯ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી-બેરાજાને જોડતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૃા. ૪ કરોડના ખર્ચે બંધાયેલા બ્રિજથી ચોમાસામાં ગ્રામજનોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડશે નહિં.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી અને બેરાજા ગામોને જોડતા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૃા. ૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજથી જોડિયા તાલુકાના બારાડી ગામ અને જામનગર તાલુકાના બેરાજા ગામ વચ્ચે પરિવહન સરળ બન્યું છે. આ બ્રિજની લંબાઈ ૧ર મીટર જેટલી છે, અને તેમાં ૧૦ ગાળા બનાવવામાં આવ્યા છે.
આ બ્રીજનું ખાતમુહૂર્ત કૃષિમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામજનોને ચોમાસા દરમિયાન અવર-જવર કરવામાં મુશ્કેલી પડતી હતી. આ નવનિર્મિત બ્રિજ થકી નાગરિકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લાના તમામ જર્જરિત બની ચૂકેલા રસ્તાનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમની રૃપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર છૈયાભાઈએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ અશોકભાઈએ કરી હતી. ઉક્ત સમારોહમાં, અગ્રણીઓ દલાભાઈ ગરસર, દામજીભાઈ ચનિયારા, મનસુખભાઈ ચભાડિયા, વિજયભાઈ જાટિયા, આજુબાજુના ગામોમાંથી આવેલા સામાજિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial