Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ડિજિટલ ફ્રોડ અટકાવવાના હેતુથી ૭૦ લાખ મોબાઈલ ફોનના કનેક્શન કટ!

શંકાસ્પદ સાયબર ક્રાઈમ સામે સરકાર સખ્તઃ

નવી દિલ્હી તા.ર૯ઃ દેશમાં ડિજિટલ ફ્રોડ માટે સાયબ ક્રાઈમ પર સકંજો કસવા સખ્ત થયેલી કેન્દ્ર સરકારે ૭૦ લાખ મોબાલઈ ફોન નંબરો સસ્પેન્ડ કરી દેતા આ કનેક્શનો નિષ્ક્રિય થયા છે. એટલે કે કાયમ માટે બંધ કરી દેવાયા છે.

સરકારે એક મોટી કાર્યવાહી કરતા ૭૦ લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે હવેથી આ મોબાલઈ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પગલું વધતા ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે. સસ્પેન્ડ કરાયેલા મોબાઈલ નંબરમાં એવા નંબર સામેલ હતાં જે કોઈને કોઈ શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલા હતાં.

આ મામલે નાણાકીય સેવા સચિવ વિવેક જોષીએ જાણકારી આપતા કહ્યું કે ઈન્ટરેનેટના દોરમાં ડિજિટલ પેમેન્ટને લઈને થતાં ફ્રોડને રોકવા માટે આ પગલું લેવાયું છે. ડિજિટલ ફ્રોડના વધતા જતા કેસને જોતા બેંકોને પણ નિર્દેશ આપી દેવાયા છે. બેંકોને તેમની પ્રક્રિયાઓ અને સિસ્ટમને પહેલાથી વધુ મજબૂત બનાવવા કહેવાયું છે. આ મુદ્દે ભવિષ્યમાં બેઠકો થતી રહેશે. તેની સાથે જ આગામી બેઠક જાન્યુઆરીમાં યોાજશે. સાયબર ક્રાઈમને લઈને સખ્ત થયેલી સરકાર વધુ કડક પગલાં લેવા જઈ રહી હોવાના સંકેતો મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh