Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એથર કંપનીની ટેન્કમાં બ્લાસ્ટઃ હકીકત છૂપાવવાનો પ્રયાસ?
સુરત તા. ર૯ઃ સુરતની સચિન જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા ર૦ થી વધુ કામદારો દાઝી ગયા છે, અને ત્રણ કારીગરોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. એથર કંપનીની ટેન્કમાં વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું કહેવાય છે. આથી હકીકત છૂપાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાય છે.
સુરતમાં આવેલા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ અંગે ફાયર વિભાગની ટીમને કોલ મળતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળ તરફ દોડ્યા હતાં. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ પછી આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા ર૦ કામદાર દાઝી ગયા છે જેમાં ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.
આ અંગેની માહિતી અનુસાર સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેના પછી સુરત મહાનગરપાલિકા અને સચિન નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેની ભારે જહેમત પછી આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટનામાં ઈજાગ્રસ્ત ર૦ જેટલા કામદારોને પ્લાન્ટની બહાર લાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આગ અંગે માલિકો અને સંચાલકો દ્વારા માહિતી છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે મીડિયાના સવાલોથી દૂર ભાગી રહેલા માલિકો, સંચાલકો જેમાં કોઈ અઘટિત ઘટના ઘટી છે કે કેમ તેની કોઈ માહિતી આપવામાં આવી નથી તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. બ્લાસ્ટ એટલો મોટો હતો કે ત્રીજા માળે આવેલ ફ્લોરના બારી-બારણા તૂટી ગયા છે. જેના કારણે તપાસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં દુર્ઘટનામાં ૩ કારીગરોની હાલત ગંભીર છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આગની ઘટના પછી સચિન એસીપી આર એલ માવાની પણ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં જે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની અવર-જવરની કામગીરી દરમિયાન અડચણ ન આવે તેમ જ ફાયરની ઘટના અંગે માહિતી મેળવી હતી તેમજ આગ કાબૂમાં લીધા પછી કુલિંગની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. ૧પ થી વધુ ફાયર ફાયટરોએ આગ બૂઝાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial