Advertisement
Author: નોબત સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બનશે સંપૂર્ણ પેપરલેસઃ ટૂંક સમયમાં જાહેરાત

હજારો વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા વિચારાધિન

અમદાવાદ તા. ર૯ઃ ગુજરાતમાં ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે. આ પછી પરીક્ષા પદ્ધતિમાં દિવસના ૩ પેપર કઢાશે. કોમ્પ્યુટર ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. એક સાથે ૧પ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ અંગેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

ગુજરાતમાં ભરતી માટેની સૌથી વધુ પરીક્ષાનું આયોજન કરતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે જેના માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ માટેના નિર્ણયની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

આ વ્યવસ્થા હેઠળ કોમ્પ્યુટર ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે તેમજ કોમ્પ્યુટર માટે એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરશે એટલું જ નહીં, એક સાથે ૧પ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જેના માટે ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પરીક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે દિવસ નક્કી કરવામાં આવશે તેમજ ૧ થી વધુ દિવસ પરીક્ષા યોજાઈ શકે છે. જેમાં પરીક્ષા પદ્ધતિમાં દિવસના ૩ પેપર કઢાશે. આ માટે પ્રાઈવેટ કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવામાં આવી શકે છે. જેના પેપરનું આયોજન પસંદગી મંડળ નક્કી કરશે.

એટલું જ નહીં, બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. તેમજ બીટ ગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય ચાલશે તેવી પણ વિગતો સામે આવી રહી છે. રાજ્યમાં પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે પેપરલેસ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના માટે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh