Advertisement
Author: નોબત સમાચાર

કર્મચારીઓની તાલીમ તથા ક્ષમતા નિર્માણ માટે ફંડ ફાળવણીનો સરકારનો નિર્ણય

રાજ્યના જે વિભાગોમાં આ પ્રકારનું અલાયદુ આયોજન છે, તે સિવાયના વિભાગોના

ખંભાળીયા તા. ર૯ઃ રાજ્ય સરકાર દ્વારા તેમના અધિકારીઓ, કર્મચારીઓના માટે સરકારી કચેરીના કુલ પગાર ખર્ચના ૦ર ટકા ખર્ચ કરવા માટેની જોગવાઈ હતી.

ચિંતન શિબિર ર૦ર૩ માં સરકાર અને સરકારની તમામ સંસ્થાઓ તથા કર્મચારીઓને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તથા તેમની ફરજો તથા કાર્યો સારી રીતે કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા નવો મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગો, વહીવટી વિભાગો, સ્વાયત સંસ્થાઓ તેમના કચેરીના કુલ વાર્ષિક પગાર ખર્ચના ૧.પ ટકા રકમનું ફંડ કર્મચારીઓના તાલીમ આપવા તથા તેમની ક્ષમતા નિર્માણ કરવાના વિવિધ તાલીમી કાર્યક્રમોમાં ઉપયોગ કરવાનો રહેશે.

વિશેષ તાલીમની આ જોગવાઈ શિક્ષણ, આરોગ્ય, કાયદો તથા ગૃહ વિભાગના કર્મચારીઓને લાગુ નહીં પડે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા અલગથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વહીવટમાં નવી નવી પદ્ધતિઓ આવતી જાય છે ત્યારે દર વર્ષે કુલ પગાર ખર્ચના ૧.પ ટકા ખર્ચથી કર્મચારીઓને તાલીમ ખૂબ સારું પરિણામ લાવી શકશે તેમ માનવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh