Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય સ્થળોએથી રૃા.૩૦ લાખની વીજચોરી ઝડપી લેવાઈઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના બેડેશ્વર, માંડવી ટાવર, સુભાષ શાક માર્કેટ, રવિપાર્ક વિસ્તારમાં ગઈકાલે વીજ કંપનીની સ્થાનિક કચેરીના સ્ટાફે ચેકીંગ કરતા રૃપિયા પોણા કરોડની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. રહેણાંક તથા દુકાનોમાંથી ૩૦ લાખ ૭૫ હજારની વીજ ચોરી મળી હતી. જ્યારે બેડેશ્વરમાં આવેલી આઈસ ફેકટરીમાંથી રૂ.૪૫ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે શહેરના બેડેશ્વર વિસ્તારથી માંડી રવિપાર્ક સુધીના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. સ્થાનિક કચેરીના વીજ અધિકારીઓના વડપણ હેઠળની વીસ ટૂકડીઓ બેડેશ્વર તેમજ સુભાષ શાક માર્કેટ, એમ.પી. શાહ ઉદ્યોગનગર, માંડવી ટાવર અને રવિપાર્ક વિસ્તારમાં ધસી ગઈ હતી.
ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ઉપરોેક્ત વિસ્તારોમાં ૩૩૯ રહેણાંક મકાનોમાં, ૬ કોમર્શિયલ સ્થળોએ તેમજ ૧ ઈન્ડસ્ટ્રીયલ વીજજોડાણ મળી કુલ ૪૧૩ વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬૯ વીજજોડાણમાં ગેરરીતિ મળી આવી હતી.
રહેણાંક મકાનોમાંથી મળી આવેલી વીજચોરીમાં રૃા.૧૬ લાખ ૭૫ હજારના અને કોમર્શિયલ જોડાણમાંથી સાંપડેલી ગેરરીતિમાં રૂ.૧૪ લાખના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. ચેકીંગ દરમિયાન બેડેશ્વરમાં આવેલી હમીદ હુસેન ગજણ નામના આસામીની આઈસ ફેક્ટરીમાં ચેકીંગ કરાતા ત્યાંથી વીજચોરી મળી આવતા તે ફેક્ટરીને રૂ.૪૫ લાખનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે.
નગરના પટેલકોલોની સબ ડિવિઝનમાં સમાવિષ્ટ આ ફેક્ટરીમાં ચેકીંગ કરાયું ત્યારે સીધુ વીજજોડાણ મેળવી વીજળી વાપરવામાં આવતી હોવાનું ખૂલ્યંુ હતું. આમ, ગઈકાલની ચેકીંગ કાર્યવાહીમાં કુલ રૂ.૭૫ લાખ ૭૫ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial