Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન આયોજીત નિઃશુલ્ક સારવાર કેમ્પમાં કરી જાહેરાતઃ
જામનગર તા. ર૯ઃ જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ડાયાબિટીસથી પીડિત પાંચ બાળકને એક વર્ષ માટે દત્તક લઈ તેમનો એક વર્ષનો સારવાર ખર્ચ ઉપાડવાની પ્રેરક પહેલ કરવામાં આવી છે.
જામનગરમાં ૧૭ વર્ષથી ડાયાબિટિક બાળકો માટે સેવારત સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન, જામનગર દ્વારા બ્રહ્મક્ષત્રિયની વાડીમાં બાળકો માટે નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કેમ્પમાં ૧૧૪ બાળકોને ઈન્સ્યુલીન સિરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ વગેરે દવાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. સોનલબેન શાહ તથા તેમની ટીમે સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, એક ડાયાબિટિક બાળકની સારવારનો સરેરાશ વાર્ષિક ખર્ચ પ૦ થી ૬૦ હજાર થતો હોય છે. ઘણાં ડાયાબિટિક બાળકોના પરિવારો માટે સારવાર ખર્ચ આર્થિક પડકાર સમાન હોય છે ત્યારે ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ બાળકને એક વર્ષ માટે દત્તક લઈ તેમનો એક વર્ષનો તમામ સારવાર ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકારી પ્રેરક સેવાકર્મ કર્યું છે એમ કહી શકાય. જુવેનાઈલ ફાઉન્ડેશન જામનગરના ટ્રસ્ટી રમણિકભાઈ ચાંગાણીએ આ સહયોગ બદલ ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial