Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના જામસખપુરમાં ખેતરમાંથી શરાબની ૧૩૫ પેટી પકડાઈઃ આરોપી ફરાર

૨૫૦ ચપલા સાથે બે મહિલા સહિત ત્રણ ઝબ્બેઃ પાંચ બોટલ સાથે શખ્સની ધરપકડઃ

જામનગર તા. ૨૯ઃ જામજોધપુરના જામસખપર ગામમાં આવેલા એક ખેતરમાં સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં ઓરડીમાં વેચાણ માટે રાખવામાં આવેલી અંગ્રેજી શરાબની ૧૬૨૦ બોટલ ભરેલી ૧૩૫ પેટી મળી આવી હતી. આ જથ્થો તે ખેતર ભાગમાં વાવવા માટે રાખનાર શખ્સે મંગાવ્યો હોવાની વિગત ખૂલી છે તેની શોધ કરાઈ રહી છે. એલસીબીએ ૨૫૦ ચપલા સાથે બે મહિલા અને એક શખ્સને પકડી પાડ્યા છે. જૂના રેલવે સ્ટેશન પાસેથી પાંચ બોટલ સાથે એક શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં આવેલા એક ખેતરમાં બનાવવામાં આવેલી ઓરડીમાં અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હોવાની બાતમી પીઆઈ વાય.જે. વાઘેલા તથા હે.કો. પ્રજ્ઞરાજસિંહ, દિલીપસિંહને મળતા સોમવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે જામજોધપુર પોલીસ મથકના સ્ટાફે જામસખપુરના વાડી વિસ્તારમાં જીતેન્દ્ર ગોકળભાઈ મારવાણીયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

દરોડા વેળાએ ખેતર સ્થિત ઓરડીમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૬૨૦ બોટલ ભરેલી ૧૩૫ પેટી મળી આવી હતી. અંદાજે રૃા.૮ લાખ ૧૦ હજારની કિંમતનો શરાબનો જથ્થો પોલીસે કબજે કરી લીધો હતો અને તપાસ શરૃ કરી હતી. જેમાં ખૂલ્યા મુજબ જામસખપરના જ રાજુ નારણભાઈ મોરી નામના શખ્સે આ ખેતર ભાગમાં વાવવા માટે જીતેન્દ્ર મારવાણીયા પાસેથી મેળવ્યા પછી તેમાં ખેતીના બદલે અંગ્રેજી શરાબનો વેપલો શરૃ કર્યાે હતો અને તે માટે રાજુએ ગંજાવર જથ્થો મગાવી ઓરડીમાં સંગ્રહ કરીને રાખ્યો હતો પરંતુ તેની બાતમી પોલીસને મળી જતાં તે જથ્થો કબજે કરાયો છે. દરોડા પહેલા નાસી ગયેલા રાજુ નારણભાઈ મોરીની શોધ શરૃ કરાઈ છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્કના ઢાળીયા પાસેથી ગઈકાલે પસાર થતાં શિલાબેન ઉમેદસિંહ જાડેજા, ભગવતી વિજયભાઈ સ્વામી, ઉમેશ મુળજીભાઈ રાઠોડ નામના ત્રણ વ્યક્તિને રોકાવી એલસીબીના સ્ટાફે ચેક કરતા આ વ્યક્તિઓના કબજામાંથી અંગ્રેજી શરાબના ૨૫૦ ચપલા મળી આવ્યા હતા. એલસીબીએ ચપલા તથા બે મોબાઈલ મળી કુલ રૃા.૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને એરફોર્સ-૧ નજીક ડિફેન્સ કોલોનીમાં રહેતા શિલાબેન, મહાકાળી સર્કલ નજીક રહેતા ભગવતીબેન તથા દરેડના ઈન્દિરા આવાસમાં વસવાટ કરતા ઉમેશ રાઠોડની અટકાયત કરી છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી ગઈકાલે સાંજે જઈ રહેલા નવાગામ ઘેડની મિલન સોસાયટીમાં વસવાટ કરતા મનિષ ચંદ્રકાંતભાઈ મોહિતે નામના શખ્સને રોકાવી પોલીસે તેની તલાશી લીધી હતી. આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવતા પોલીસે બોટલ કબજે કરી મનિષ મોહિતેની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh