Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-વડોદરા-સુરત અને મુંબઈમાં આર.આર. કેબલ ગ્રુપના ૪૦ સ્થળે આઈ.ટી.ના દરોડા

ચેરમેન, ડિરેક્ટરો, ડિસ્ટ્રીબ્યુટરોને ત્યાં તપાસનો ધમધમાટઃ કરોડોનું કાળું નાણું મળી આવે તેવી સંભાવના

અમદાવાદ તા. ર૯ઃ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં આરઆર કેબલ ગ્રુપના ૪૦ સ્થળે ઈન્કમટેક્સની ટીમોએ દરોડા પાડ્યા છે અને ચેરમેન, ડિરેક્ટરો, ડિસ્ટ્રીબ્યુટરોની તપાસ પછી કરોડો રૃપિયાનું બિનહિસાબી કાળુ નાણું મળી આવે તેવી સંભાવના જણાવાઈ રહી છે.

આજે આરઆર કેબલ ગ્રુપને ત્યાં વહેલી સવારથી દરોડા પાડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત સેલવાસ અને મુંબઈમાં ૪૦ થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૃ થઈ છે. ગ્રુપના ચેરમેન રમેશ કાબરા ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. જેમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી થતાં વેપારીઓમાં ફફડાટ છે. આરઆર કેબલ ગ્રુપ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, સેલવાસમાં આઈટી વિભાગના દરોડા પડ્યા છે. ગુજરાત સહિત મુંબઈમાં ૪૦ થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૃ છે ત્યારે વડોદરામાં આરઆર કેબલની ઓફિસે સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે.

કંપનીના દસ્તાવેજ કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કની તપાસ થઈ છે તેમજ તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરાયા છે. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં તપાસ થઈ રહી છે. ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઈ છે જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. વડોદરાના આરઆર કેબલની ઓફિસે આઈટીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે. આઈટીના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. એલેમ્બિક રોડ પર આવેલ આરઆર કેબલની ઓફિસે સર્ચ શરૃ છે. ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યા છે.

વડોદરાથી મળતા અહેવાલો મુજબ વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન ધરાવતી આરઆર કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસમાં વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે.

વડોદરાની ઈલેક્ટ્રોનિક અને કેબલ વ્યવસાયમાં નામાંકિત આરઆર કેબલના સંચાલકો ત્રિભોવનદાસ કાબરા અને મહેશ કાબરા પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે. તેઓના અલકાપૂરી સ્થિત નિવાસસ્થાન તેમજ વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી ફેક્ટરીમાં તપાસ ચાલી રહી છે.

અમદાવાદનો રિપોર્ટ જણાવે છે કે, આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડામાં આવકવેરાના અધિકારીઓની ટીમોએ કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓની તપાસ કરી રહ્યા છે સાથે સાથે ખરીદ-વેંચાણના જરૃરી દસ્તાવેજો કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે.

આ દેશવ્યાપી દરોડામાં આરઆર કેબલ કંપનીના સંચાલકોને ત્યાંથી કરોડો રૃપિયાની બેનામી સંપત્તિ મળે તેવી શક્યતાઓ રહેલી છે. આઈટીની ટીમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના નિવાસસ્થાને પહોંચી છે. આઈટીના ૮ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એલેમ્બિક રોડ પર આવેલ આરઆર કેબલની ઓફિસે સર્ચ ચાલી રહ્યું છે. કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ હાથ ધરાઈ છે. તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી.

આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં જમેાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh