Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિષ્ણાત તબીબોની સેવા હેઠળ આગામી તા. ૫ ડિસેમ્બરે
જામનગર તા. ૨૯ઃ શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરૃ સેક્શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી-જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરૃ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન તા. ૦૫-૧૨-૨૩ને મંગળવારે સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરૃ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના ડોકટર તથા સ્ટાફ યોગદાન આપશે. આ કેમ્પમાં શ્રી સદગુરૃ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૃરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્માં, દવા, ટીપાં ફ્રી આપવામાં આવશે. ઓપરેશન પછી દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની તપાસનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. ઉપરાંત દાંતના દર્દો માટે ડો. કુંજનબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા સેવા આપશે.
રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે તેમ શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial