Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાને-દુકાને તથા માર્ગો પર ગોઠવેલી મોટાભાગની ડસ્ટબીનો તૂટીફૂટી ગઈઃ તંત્ર બેફિકરઃ શાસકો સૂસ્તઃ નગરજનો ત્રસ્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ માર્ગોની સાઈડમાં સ્ટેન્ડવાળા ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતાં. જેથી વેપારીઓ, લોકો નાનો મોટો કચરો આ ડસ્ટબીનમાં નાખે અને રસ્તાઓ ઉપર ગંદકી કે કચરો ન ફેલાય તેવો સારો હેતુ હતો. પણ આ ડસ્ટબીનોમાંથી મોટાભાગના ડસ્ટબીન તૂટીફૂટી ગયા છે, સ્ટેન્ડ તૂટી ગયા છે. ડસ્ટબીનો જમીનદોસ્ત થઈ ગયા છે. આવા ડસ્ટબીનોના 'ડેડ બોડી' ને દૂર કરવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે ડસ્ટબીનમાં કચરો એકત્ર થાય અને સ્વચ્છતા જળવાય તેના બદલે ખૂદ ડસ્ટબીનો જ ગંદકી-કચરાના ઘર બની રહ્યા છે. આ તૂટેલા-ફૂટેલા ડસ્ટબીન આસપાસ પણ કચરો અને ગંદકી ફેલાયેલા રહે છે. આ તૂટેલ-ફૂટેલા, પડી ગયેલા ડસ્ટબીનો-સ્ટેન્ડ દૂર કરી ત્યાં નવા મજબૂત ડસ્ટબીન મૂકવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial