Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ચીફ ટાઉન પ્લાનર ડી.જે. જાડેજા નગરની મૂલાકાતેઃ વિવિધ સ્થળોનું કર્ર્ર્યું નિરીક્ષણ

સ્વચ્છતા-સેવા બરાબર થાય છે કે નહીં ?

જામનગર તા. ર૯ઃ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા રાજ્યની તમામ મહાનગર પાલિકામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમનું યોગ્ય અમલીકરણ થાય તે માટે શહેરનું સ્થળ નિરીક્ષણ કરવા ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડ નિરીક્ષણ-વિઝીટના હુકમ થયા છે.

જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકાની સ્વચ્છતા હી સેવાની કામગીરીના ફિલ્ડ નિરીક્ષણ-વીઝીટ માટે રાજ્યના ચીફ ટાઉન પ્લાનર ડી.જે. જાડેજા જામનગરની મુલાકાતે આવ્યા હતાં. અને મહાનગર પાલિકાની કચેરીઓ, શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો જેવા કે, ખંભાળીયા, ગુલાબનગર એન્ટ્રી પોઈન્ટ, તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, સુપર માર્કેટ, જયુબેલી ગાર્ડન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વગેરે સ્થળની મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત સમયે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, અધિકારી મુકેશ વરણવા વગેરે પણ સાથે રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh