Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં 'સફાઈ અભિયાન' માત્ર નાટક/ફોટોસેશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા સમયથી દરરોજ શહેરમાં કરવામાં આવતી સફાઈ કામગીરીની અખબાર યાદીઓનો સીલસીલો ચાલી રહ્યો છે. તેમાંય 'સ્વચ્છતા હી સેવા' જેવા સૂત્ર સાથે ચૂંટાયેલા કોર્પોરેટરો/હોદ્દેદારો દ્વારા સ્વચ્છતા અભિયાનના પણ પ્રસિદ્ધિના ઢોલ પીટાઈ રહ્યા છે, અને ખરેખર શહેરમાં સ્વચ્છતા/ગંદકીની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે! તાજેતરમાં જ મનપાના પદાધિકારીઓ અને અન્ય લોકોએ તળાવની સફાઈ કરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા, પણ પાછલા તળાવની ગંદકી કોઈને નજરે પડી નથી! પાછલા તળાવમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટ સહિતના કચરાના ગંજ જોવા મળે છે. આ ગંદકી અને કચરાના કારણે ખાસ કરીને ચબૂતરા આસપાસની પાળ પાસેના ભાગોમાં અતિશય દુર્ગંધ ફેલાયેલી રહે છે. તળાવની પાળે ફરવા આવેલાને નાક ઉપર રૃમાલ રાખીને નીકળવું પડે તેવી સ્થિતિ છે, તો આ ભાગની પાળી ઉપર બેસી ખુલ્લા વાતાવરણનો લાભ લેનારા પણ દુર્ગંધના કારણે ત્યાં બેસી શકતા નથી. શહેરની મધ્યમાં નગરજનો માટે હરવા ફરવાના આ એક માત્ર સ્થળની સ્વચ્છતા જાળવવામાં તંત્રની બેદરકારી ટીકાપાત્ર બની રહી છે. તેમાંય સ્વચ્છતા ઝુંબેશ/સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો માત્ર નાટક/ફોટોસેશન જ પૂરવાર થઈ રહ્યા છે તે ઉપરોક્ત તસ્વીરોમાં જોઈ શકાય છે! આ તળાવ ફરતે મનપા દ્વારા ખાનગી સિક્યોરીટી માટે જંગી ખર્ચ કરવામાં આવે છે, પણ તેમ છતાં તળાવમાં ગેરકાયદે માચ્છીમારી થઈ રહી છે. ક્યારેક વળી કોઈને પકડી લેવાય છે, પણ ત્યારપછી બેરોકટોક માછીમારી ચાલુ જ રહે છે. સમગ્ર તળાવની પાળ ફરતે રાઉન્ડ ધ ક્લોક ર૪ કલાક બંદોબસ્ત જળવાય રહે તે માટે સિક્યોરીટી મૂકવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial