Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્ટેલમાં ગમતું ન હોવાનું પણ જાણવા મળ્યું:
ખંભાળિયા તા. ૧૫: ભાણવડમાં એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી પાસ્તરડી ગામના રબારી પરિવારની ૧૫ વર્ષની પુત્રીએ શનિવારે સવારે હોસ્ટેલમાં કોઈ અમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ તરૂણીનું લખેલું મનાતું લખાણ પોલીસે કબજે કર્યું છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શિવકૃપા હોસ્ટેલમાં રહી ધો.૯માં અભ્યાસ કરતી ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના સેજલબેન રૂડાભાઈ કોડિયાતર (ઉ.વ.૧પ) નામના તરૂણીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે. દોડી ગયેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના ચોપડા, નોટબુક ચકાસતા એક નોટમાં લખવામાં આવેલી કેટલીક વિગતો ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે.
હોસ્ટેલમાં રહેતી આ તરૂણીને ત્યાં ગમતું ન હતું, ત્રણેક દિવસ પહેલાં તેણીના કાકા મળવા આવ્યા હતા. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થિનીઓ વાંચન માટે સવારે વહેલી ઉઠતી હતી. ગઈકાલે સેજલ સિવાયની વિદ્યાર્થિનીઓ ઉઠીને વાચવા માટે ગઈ ત્યારે પાછળથી સેજલ ઉપરના માળે ચઢી હતી અને ત્યાં કૂદવાના દોરડા વડે તેણીએ પંખામાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. સાથે વાચતી અન્ય વિદ્યાર્થિનીઓએ સેજલની તપાસ કરતા તેણી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તરત જ હોસ્ટેલ સંચાલકને જાણ કરી હતી અને પોલીસને વાકેફ કરાઈ હતી.
આ તરૂણીને હોસ્ટેલમાં ગમતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તેણી એક નોટમાં લખ્યું હતું કે, મારૃં મૃત્યુ થાય તો અંતિમવિધિ ભરતની હાજરીમાં કરજો અને ભરત આવે પછી જ મારો દેહ બહાર કાઢજો અને દીવા કરવા સહિતની વિગતો તેમાં લખેલી જોવા મળી છે. પોલીસે ભરત નામની વ્યક્તિ અંગે તપાસ કરતા તેની સાથે સેજલની સગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગે પિતા રૂડાભાઈ જેઠાભાઈએ નિવેદન આપ્યા પછી ભાણવડ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. પીએસઆઈ એમ.આર. સવસેટાએ સ્યુસાઈડ નોટ જેવું લખાણ કબજે લીધુ છે. આ બનાવમાં કડક કાર્યવાહીની પોલીસે ખાતરી આપી છે. બનાવની જાણ થતાં રબારી સમાજના આગેવાનો દોડી આવ્યા હતા. એક તબક્કે મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઈન્કાર પણ કર્યાે હતો. તે પછી તટસ્થ તપાસની ખાતરી અપાતા મૃતદેહ સ્વીકારાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial