Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પાના બે સંચાલક સામે કાનૂની કાર્યવાહીઃ
જામનગર તા. ૧૫: જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પર અપૂર્વ પ્લાઝા નામના બિલ્ડીંગમાં આવેલા મિલેનિયમ સ્પામાં કામ કરતા બે સગીરને એએચટીયુની ટીમે મુક્ત કરાવ્યા છે અને સ્પાના બે સંચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર ૫ોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ દ્વારા શનિવારે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં પી.એન. માર્ગ પર નિઓ સ્કવેર બિલ્ડીંગ નજીક અપૂર્વ પ્લાઝામાં એક સ્પામાં બે સગીરને કામ પર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળતા અપૂર્વ પ્લાઝામાં મિલેનીયમ સ્પામાં દરોડો પડાયો હતો.
તે સ્થળે સત્તર વર્ષથી નીચેની વયના બે સગીર કામ પર જોવા મળતા બંનેને મુક્ત કરાવવામાં આવ્યા હતા. ટીમના હે.કો. આર.કે. ઝાલાએ ખુદ ફરિયાદી બની સ્પાના સંચાલક મનોજ હરીદાસ રાચાણી અને પ્યાલા વીરા વેંકટા સૂર્યા સત્યાનારાયણ સામે સિટી-બી ડિવિઝનમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ સ્થળે બંને સગીર પાસે સફાઈ કામ કરાવી તેઓનું સામાજિક અને આર્થિક શોષણ કરાયાનું ખૂલ્યું છે. સ્થળ પરથી મનોજ રાચાણી મળી આવ્યો હતો. જ્યારે પ્યાલા વીરાની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial