Advertisement
Author: નોબત સમાચાર

અધિકારી-કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી

જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજો માટે નિમાયેલા

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ ૫ વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારીશ્રી તરફથી, ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી છે. તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકાર મળેલા નથી તેવા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા  મુજબ ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ- ૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અને આ અધિનિયમની કલમ- ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો મળવાપાત્ર થાય છે.

આ ઉપરાંત હાલમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો/ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ ઉપર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાય રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના  કરવામાં આવી છે. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. જેઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

તેમજ આ ટીમના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટીમોને તેમની કામગીરી એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કરવાની રહે છે. પરંતુ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકારો ધરાવતા નાયબ મામલતદારના સંવર્ગના કર્મચારીઓની અન્ય ફરજો અને મર્યાદિત સંખ્યાને ધ્યાનમાં રાખતા આ ટીમો માટે અન્ય ખાતાના કર્મચારીઓ કે જેઓ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકારો ધરાવતા નથી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.

જેમાં ફ્લાઈંગ સ્ક્વોડના કર્મચારીઓ અને અધિકારીઓ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમના કર્મચારીઓ અને અધિકારીઓને તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુકત થયેલા હોય તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ની આચારસંહિતા અમલમાં આવ્યાની તારીખ ૧૬-૦૩-૨૦૨૪ ના સાંજના કલાક ૧૭:૦૦ થી આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારો ભોગવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.કે.પંડ્યા, જામનગર દ્વારા અધિકૃત કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh