Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: ધ્રોલના લતીપરમાં આવેલી ખેતીની એક જમીનમાંથી સાવકી પુત્રીએ પોતાના માતાનું નામ કમી કરાવવા એક વકીલ કમ નોટરી સાથે મળી ખોટું સોગંદનામું રજૂ કરી માતાનું નામ કમી કરાવી નાખતા આ મહિલાએ સાવકી પુત્રી તથા વકીલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ હાલમાં રાજકોટમાં માતૃ મંદિર પાસે રહેતા મધુબેન વિનોદભાઈ ભંડેરી ઉર્ફે અરૂણાબેન (ઉ.વ.૪૨)એ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમની સાવકી પુત્રી દર્શિતાબેન તુષારભાઈ ડોબરીયા અને ધ્રોલના વકીલ કમ નોટરી જતીનભાઈ એન. અનડકટે તેઓનું વારસાઈમાંથી નામ કમી કરાવ્યું છે. આ મહિલાના બીજા લગ્ન કેટલાક વર્ષ પહેલાં વિનોદભાઈ ભંડેરી સાથે થયા હતા. આ વેળાએ મધુબેન પોતાની સાથે એક સંતાનને લાવ્યા હતા. જ્યારે વિનોદભાઈને પણ હાલમાં જામનગર પરણાવેલી પુત્રી દર્શિતા હતી. તે પછી લતીપર ગામમાં આવેલી વિનોદભાઈની સર્વે નં.૨૦૭ પૈકી ૩વાળી ખેતીની જમીન પોતાના નામે કરી લેવા માટે સાવકી પુત્રી દર્શિતાબેને ધ્રોલના નોટરી કમ વકીલ જતીન અનડકટને સાથે રાખ્યા હતા. તેઓએ રૂ. ૫૦ના સ્ટેમ્પ પર ખોટું સોગંદનામું કર્યુ હતું.
તે ઉપરાંત મધુબેનના આધાર કાર્ડ કે ફોટા મેળવ્યા વગર જ અને મધુબેનની ખોટી સહી કરી ખોટા સોગંદનામાને સાચા તરીકે રજૂ કરી દઈ ધ્રોલ મામલતદાર કચેરીમાં તે કાગળો મુક્યા હતા અને તેના કારણે મધુબેનનું નામ વિનોદભાઈની ઉપરોક્ત જમીનમાંથી કમી થઈ ગયું હતું. પોલીસે તે ફરિયાદ આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ હેઠળ નોંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial