Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના: ૩૧ મે સુધી ૧૦% થી રપ% નો ફાયદો

આવતીકાલ તા. ૧૬ એપ્રિલથી થશે પ્રારંભ

 જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૧૬-એપ્રિલથી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાનો પ્રારંભ થશે. આ યોજના ૩૧-મે સુધી અમલમાં રહેશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્ષ રીબેટ વળતર યોજના તા. ૧૬-૪-ર૦ર૪ થી તા. ૩૧-પ-ર૦ર૪ સુધી અમલમાં લાવવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત જાહેર થયેલ રીબેટ યોજના અંતર્ગત એડવાન્સ મિલ્કત વેરા,  જનરલ ટેક્સ (સામાન્ય કર) + કન્ઝર્વસી એન્ડ સુઅરેજ ટેક્સ (સફાઈ કર), વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાર્જ, એન્વાયરમેન્ટ ઈન્યુવમેન્ટ / ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુસેઝ ચાર્જ ની રકમ એડવાન્સમાં ભરનાર દરેક કરદાતાઓને નિયત થયેલ કેટગરી અનુસાર ૧૦%  થી ૨૫% સુધીનું રીબેટ તા.૧૬-૦૪-૨૪ થી તા.૩૧-૦૫-૨૪ સુધી મળવાપાત્ર છે.

આ યોજના હેઠળ સામાન્ય કરદાતાઓને એડવાન્સ ટેક્સ ૧૦% રીબેટ, સિનિયર સિટીઝનને ૧૫% રીબેટ, શારીરીક ખોડખાપણધરાવતી વ્યક્તિઓને ૧૫% રીબેટ બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓને ૧૫% રીબેટ, કન્યા છાત્રાલયને  ૨૫% રીબેટ, માજી સૈનિકોને  ૨૫%  રીબેટ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને  ૨૫%  રીબેટ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમને ૨૫%  રીબેટ, સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને ૨%  વધુ રીબેટ ઓનલાઈન ટેક્સ ભરનારને ૨%  ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂ.  ૨૫૦/-) ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૪-૨૫ ના વર્ષ અગાઉ રહેણાંક મિલ્કતોમાં તથા બિન રહેણાંક મિલ્કતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઈનસ્ટોલ. કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેક્સના ધોરણે પાંચ ટકા  રીબેટ આપવામાં આવશે. આ અંગેની વધુ જાણકારી માટે મિલ્કત વેરા શાખા તથા વોટર વર્કસ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

ઉપરોક્ત મુદ્દા  રાજય સરકાર  ની વ્યાખ્યા મુજબ સિનીયર સિટીઝન, શારિરીક ખોડ ખાપણ, બી.પી.એલ. કાર્ડ ધારક, વિધવાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, માજી સૈનિકો, સ્વાતંત્રય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને આધારો રજુ કર્યે રીબેટ મળવાપાત્ર રહેશે. આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉનાં તમામ પ્રકારનાં વેરા ભરપાઈ કરેલ હશે તેવા કરદાતાઓને જ લાભ આપવામાં આવશે. માત્ર સરચાર્જ (શિક્ષણ ઉપકર) ઉપર રીબેટ આપવામાં આવશે નહિ.

વર્ષ-૨૦૦૬ પહેલાં ની રેન્ટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા/વોટર ચાર્જ પર ૧૦૦ ટકા  વ્યાજ માફી જામનગર મહાનગરપાલિકા દ્વારા રેન્ટ બેઈઝ પધ્ધતિ મુજબ ૨૦૦૯ પહેલાંની બાકી મિલ્કત વેરા / વોટર ચાર્જ ની સંપુર્ણ રકમ ભરપાઈ કર્યેથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન એટલે કે તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી ૧૦૦ ટકા  વ્યાજમાફી જાહેર કરવામાં આવેલ છે.

વર્ષ-૨૦૦૬ પછી ની કારપેટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા/વોટર ચાર્જ પર ૫૦%  વ્યાજ માફી જામનગર મહાનગરપાલિકા દ્વારા કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબ ૨૦૦૯ પછીની બાકી મિલ્કત વેરા / વોટર ચાર્જ ની રકમ ભરપાઈ કર્યેથી ૫૦% વ્યાજ રાહત તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી જાહેર કરવામાં આવેલ છે. આ બંન્ને વ્યાજ માફી અને વ્યાજ રાહત યોજનાનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ કરવામાં આવે છે.

મિલ્કત વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ / ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુસેઝની ચાર્જની રકમ  જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેકશન વિભાગ,  ત્રણેય ( શરૂ સેક્શન રોડ, રણજીત નગર તથા ગુલાબ નગર ) સીટી સિવક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો ઓપ. બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંક ની શહેર ની તમામ શાખાઓ,  મોબાઈલ ટેક્સ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. તેમ આસી. કમિરનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ ની યાદી મા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh