Advertisement
Author: નોબત સમાચાર

રામનવમીની થશે પરંપરાગત ઉજવણીઃ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાના જગતમંદિરમાં બુધવારે

દ્વારકા તા. ૧પઃ આગામી તા. ૧૭-૪-ર૦ર૪ ને બુધવાર ચૈત્ર સુદ નોમના ભગવાન શ્રીરામના જન્મદિનના પાવન દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ધાર્મિક પરંપરાગત રીતે વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. બુધવારે સવારે ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬-૩૦ કલાકે થશે સવારે ૮ થી ૯ કલાક સુધી અભિષેક સ્નાન (બંધ પડદે) થશે. શૃંગાર દર્શન સવારે ૯ થી ૧૦-૩૦ કલાક સુધી યોજાયા બાદમાં સવારે ૧૦-૩૦ કલાકથી ૧ર વાગ્યા સુધી દર્શન બંધ કરાયા પછી ધામક ષોડષોચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂઝન સાથે કાળીયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષબાણ તેમજ સિલ્ક પિતાંબર, કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રીરામ સ્વરૂપનો શૃંગાર મનોરથ યોજવામાં આવશે. બપોરે ૧ર કલાકે ઠાકોરજીને ધનુષ ભાથું ધારણ કરાવી વિશેષ કિરીટ મુગુટ સહિત શ્રીરામ સ્વરૂપના શૃંગાર સાથે ઉત્સવ આરતી યોજાશે. પછી બપોરે ૧-૩૦ સુધી ઠાકોરજીના ઉત્સવ દર્શન ભાવિકોને થશે. બપોરે ૧:૩૦ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. જગતમંદિરમાં ઠાકોરજીના દર્શનનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ યોજાનાર હોવાનું જગતમંદિરના પૂજારીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh