Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે પતિની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી હાથ ધરી તપાસઃ
જામનગર તા. ૧૫: જામનગરના ધુતારપર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા પરપ્રાંતિય પરિવારના એક મહિલાએ પતિના પિયર જવા દેવાના ઈન્કારથી માઠું લગાવી પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ધૂબાકો મારી લીધો હતો. ચારેય માતા, સંતાનના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. પોલીસે તે મહિલા સામે હત્યાનો ગુન્હો નોંધી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા દિનેશભાઈ જમનભાઈ કોટડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના રણજીતગઢ ગામના કમલેશ જ્ઞાનસિંગ મિનાવા નામના શ્રમિકની સાથે તેમના પત્ની ધનુબેન ઉર્ફે સંગીતાબેન તથા ત્રણ સંતાન પણ આવ્યા હતા.
ઉપરોક્ત પરિવાર તે ખેતરમાં મજૂરીકામ કરી રોજગાર મેળવતો હતો. તે દરમિયાન ધનુબેને પિયર જવા દેવા માટે કહ્યું હતું પરંતુ કમલેશે ભાગમાં રાખેલા ખેતરમાં હાલમાં વાવેલા જીરાનો હિસાબ લેવાનો બાકી છે, હિસાબ આવ્યા પછી પિયર જવા દેવાનું કહેતા ધનુબેનને માઠું લાગી આવ્યું હતું.
ત્યારપછી ધનુબેને શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં પોતાના સંતાન મમતાબેન (ઉ.વ.૬), અંજલીબેન (ઉ.વ.૩) અને નવ મહિનાના પુત્ર સોહનને સાથે રાખી દિનેશભાઈની વાડીએથી નીકળી જઈ નજીકમાં આવેલા રસીકભાઈ દામજીભાઈના ખેતરમાં જઈ ત્યાં આવેલા કૂવામાં વારાફરતી ત્રણેય સંતાનને ફેંકી દઈ પોતે પણ ધૂબાકો માર્યાે હતો.
ત્યારપછી રવિવારે સવારે પત્ની તથા સંતાનોને ખેતરમાં ન જોઈ કમલેશે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન કોઈએ કમલેશના સંતાનો પહેરતા હતા તેવા કપડાવાળા બાળકો રસીકભાઈના ખેતરમાં કૂવામાં જોયાનું કહ્યું હતું અને કમલેશની બહેને પોતાના ભાઈને તેની જાણ કરી હતી. જાણના પગલે ઉચ્ચક શ્વાસે ત્યાં દોડી ગયેલા કમલેશે કૂવામાં જોતા તેણે પોતાના ત્રણેય સંતાન અને પત્નીને પાણીમાં તરતા જોયા હતા આથી પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરાતા બંને દોડ્યા હતા.
ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ચારેય વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જેમાં વારાફરતી ત્રણેય બાળક અને ધનુબેનને બહાર કઢાતા ચારેય વ્યક્તિ મોતને શરણ થયાનું જણાઈ આવ્યું હતું. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે. પટેલે ચારેય મૃતદેહનો કબજો સંભાળી પતિ કમલેશ મિનાવાનું નિવેદન નોંધ્યું છે. પોલીસે ધનુબેન સામે આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ધુતારપરમાં ખેતમજૂરી કરતા શ્રમિકોમાં અરેરાટી પ્રસરાવી દીધી છે. મૃતક મહિલાના માતા, પિતાને મધ્યપ્રદેશથી બોલાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial