Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પતિનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૧૫: કાલાવડના હરીપર મેવાસા ગામમાં એક ખેતરમાં શુક્રવારે રાત્રે શ્રમિક મહિલાએ ઝેરી દવા પીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયંુ છે. આ મહિલા માનસિક બીમારીથી પીડાતા હોવાનું અને કયારેક ધુણતા પણ હોવાનું પતિએ પોલીસને જણાવ્યું છે.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસાના ભીખુભાઈ હાસમભાઈ હાલેપોત્રા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના જુટા ગામના દુર્ગારામ દેવારામ દેવડા નામના શ્રમિકના પત્ની સંતોષબેન (ઉ.વ.૪૪)એ શુક્રવારે રાત્રે ખેતર સ્થિત ઓરડીમાં કોઈ ઝેરી દવા ગટગટાવી હતી.
સારવાર માટે ખસેડવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પતિ દુર્ગારામે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે દુર્ગારામનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેમની પત્નીને માનસિક બીમારી હતી અને તેણી ક્યારેક ધૂણતી પણ હતી. તે દરમિયાન શુક્રવારે રાત્રે તેણીએ વિષપાન કરી લીધુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial