Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાલિકામાં મહેકમ ખર્ચ વધી જતાં પગારપંચ રિવર્સ થાય તો કર્મચારીઓને નુકસાન

નિયમાનુસાર ૪૮ ટકા મહેકમ ખર્ચની મર્યાદા ઓળંગાતા

ખંભાળીયા તા. ૧પ : ગુજરાતમાં નગરપાલિકાઓના પગાર સ્વભંડોળ તથા પાલિકાઓની તત્કાલીન ઓકટ્રોય આવક પરથી મંજુર થયેલી ઓકટ્રોય ગ્રાંટમાંથી ચુકવાય છે પણ વેરા વસુલાતમાં નબળી અને ઓછા કરવેરા વાળી તથા આવકના સાધનો ઉભા કરવામાં આળસ રાખતી ન.પા.ઓ.માં પગારના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ખંભાળળીયા પાલિકામાં મહેકમ ખર્ચ વધતા ગંભીર આર્થિક કટોકટી થઈ છે.

પાલિકાના નિયમ મુજબ ૪૮ ટકા મહેકમ ખર્ચ હોવા જોઈએ તેનાથી ઓછો હોય તો આદર્શ સ્થિતિ કહેવાય પણ જો તેનાથી ઉપર જાય તો એક તબક્કે એવો આવે કે કર્મચારીઓના પગારપંચ રીવર્સ થાય એટલે કે હાલ સાતમું પગારપંચ ચાલે છે તે પ્રમાણે પગાર મળે છે પણ જો ૪૮ ટકા ઉપર જાય તો ૬ઠ્ઠું પગાર પંચ આવી જાય એટલે કે પગાર ઓછા થઈ જાય કર્મચારીને દરેકને પ/૭ હજારનું નુકસાન થાય હવે ખંભાળીયા પાલિકાની સ્થિતિ જોઈએ તો અહીં સાતમું પગાર પંચ આપેલું છે પણ મહેકમ ખર્ચ જે ૪૮ ટકા હોવું જોઈએ તે ૬૦ ટકા જેટલું થવા પામ્યું હોય ગંભીર આર્થિક કટોકટીની સ્થિતિ આવતા પગાર વિલંબ શરૂ થયા છે.

રોજમદારોની વધુ સંખ્યા કારણરૂપ !!

નગરપાલિકાઓમાં કોઈ વિભાગમાં જરૂર પડે તો કામયી કર્મચારી ઓછા હોય તો રોજમદાર ડેઈલી વેજીસમાં ભરતી થતી હોય છે પણ ખંભાળીયા નગરપાલિકામાં ર૦૧૧ થી ર૦૧૯ સુધીમાં નબળો રોજમદારી ભરતા હવે ૬પ જેટલા કાયમી કર્મચારીઓ વહીવટી તથા સફાઈકર્મીઓની સામે ૧૭પ થી વધુ રોજમદારો ખંભાળીયા પાલિકામાં છે અને ડેઈલી વેજીસનો દર વધતા વધારો દેવા ફરજિયાત થતા ખર્ચ વષુ થયો છે તે એટલે સુધી કે કાયમી કર્મચારીઓના પગાર કરતા રોજમદારોના પગાર ખર્ચ વધી ગયો છે !!

આને કારણે સ્થિતિ આર્થિક ખરાબ થઈ જતાં કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણે, ઈન્ક્રીમેટ, પગાર  વધારા, એરીયર્સમાં પણ પ્રશ્નો ઉભા થયા છે.

અધુરામાં પૂરું ખંભાળીયા પાલિકામાં રોજમદારો ૩પ જેટલાથી કચરો ઉપાડવાની વ્યવસ્થા હતી તે કામ ડોર ટુ ડોર એજન્સીને સોંપાતા વર્ષે દોઢ કરોડનો તેમનો ખર્ચ છે જેની સામે જે ૩પ કર્મચારી આ વ્યવસ્થામાં હતા તેમને છુટા નથી કરાયા જેથી તેમનો બોજો વધતા ડોર ટુ ડોર કચરાનો કોન્ટ્રાકટથી ૩પ-૪૦ કર્મચારીના પગારનો ખર્ચ વધતા મહેકમ ખર્ચ વધી ગયો છે. અગાઉ ખંભાળીયા પાલિકાની સારી સ્થિતિ હતી જેથી અન્ય પાલિકાઓમાં જ્યાં હજુ જુના પગારપંચ પ્રમાણે પગારો થાય છે તેમની સ્થિતિ ખરાબ હતી પણ મહેકમ ખર્ચ સતત વધતા ખંભાળીયા પાલિકાના કર્મચારીઓની પણ કફોડી સ્થિતિ થાય તો નવાઈ નહીં !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh