Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લે વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાજકોટમાં જંગી મેદની એકઠી કરી હતીઃ
રાજકોટ તા. ૧પઃ ક્ષત્રિય સમાજે રાજકોટના રતનપુરમાં યોજાયેલ વિરાટ સંમેલન અંગે સરકારે રિપોર્ટ મંગાવ્યો હોવાનું જાણવા મળે છે. વર્ષો પહેલા વિઠ્ઠલભાઈ રાદડિયાએ જંગી જન મેદની એક્ઠી કરી હતી. તે પછી આ પ્રકારની આ પ્રથમ સભા હતી.
ગઈકાલની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. તેમાં રાજ્ય અને અન્ય રાજ્યોના કેટલા આગેવાનો હતાં તે માહિતી મંગાવામાં આવી છે તેમજ ક્યા ક્યા રાજવીઓ સંમેલનમાં હતાં તે માહિતી મંગાવાઈ છે.
સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતાં તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડિયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઈ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. આમ આ સંમેલન પર પહેલેથી જ સરકારની બાજ નજર હતી.
સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાંપતી નજર હતી. જેમાં ઘણાં લાંબા સમય પછી રાજકોટના મહાસંમેલનમાં એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતાં. સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે એક સાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા કર્યા હતાં. બાદમાં એક પણ રાજકીય આગેવાન આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરી શક્યા નથી.
ઉલ્લેખનિય છે કે, પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જેમાં ૧૯ એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં નિર્ણય કરાયો છે. ફોર્મ પરત નહીં ખેંચે તો અમદાવાદમાં સંમેલન મળશે તેમાં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં આંદોલન કરાશે જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિય એકત્રિત થશે તથા રૂપાલાની ટિકિટ રદ્ કરવાની ક્ષત્રિય સમાજની માગ યથાવત્ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial