Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભર ઉનાળે અષાઢી માહોલઃ
જામનગર તા. ૧પઃ હાલાર પંથકમાં ગઈકાલે અચાનક વાતાવરણ પલ્ટાયું હતું અને હળવો વરસાદ થયો હતો. મોટી ગોપમાં તો જોરદાર વરસાદી ઝાપટું વરસતા પાણી વહેતા થયા હતાં તો ભાણવડ પંથકમાં એક દીવાલ પણ તુટી પડી હતી. આમ કમૌસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હતું.
હાલાર પંથકના અમુક ગામડાઓમાં ગઈકાલે ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ભાણવડ-જામજોધપુર પંથકનો અમુક ગામડાઓમાં ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. ભાણવડ તાલુકાના મોરઝર, ગુંદાચ ચોખંડા, રોજીવાડા, ખોખરી સહિતના કેટલાક ગામડામાં ગઈકાલે સારો વરસાદ વરસી ગયાના વાવડ છે.
મોરઝરમાં તો આશરે અડધાથી પોણાં ઈંચ થી વધુ વરસાદ થયો હતો. જ્યારે મોરઝરમાં એક દીવાલ તુટી પડી હતી. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયા હતાં.
આમ કમૌસમી વરસાદ થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે આજે વાતાવરણ ચોખ્ખુ જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial