Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્ન કરનાર યુવાન પર સાળાએ ધોકાથી કર્યાે હલ્લો

જોડિયાના શખ્સ સામે રાવઃ

જામનગર તા. ૧૫: ધ્રોલના એક યુવાને સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે બાબતનો ખાર રાખી ગયા ગુરૂવારે આ યુવાનને તેના સાળાએ ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ધ્રોલ શહેરમાં ચામુંડા પ્લોટ પાસે રહેતા રાહુલ ગેલાભાઈ પરમાર નામના યુવાને સાતેક વર્ષ પહેલા જોડિયાના મહેશ દેવજીભાઈ ગોહિલ નામના યુવકના બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

તે બાબતનો ખાર રાખી મહેશે ગઈ તા.૧૧ની બપોરે લતીપર રોડ પરથી જતાંં રાહુલને આંતરી લઈ તેના પર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. રાહુલને હાથ તથા વાંસમાં ઈજા થઈ છે. તેણે ધ્રોલપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh