Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંજીના ગીત, ગૃહશાંતિ, છપ્પનભોગ, વરઘોડો, વિવાહ, જાનના જમણવાર સાથે
દ્વારકા તા. ૧પઃ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે ચૈત્ર સુદ નૌમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન શ્રી દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી શ્રી રૂક્ષ્મણિજીના વિવાહ મહોત્સવ આગામી તા. ૧૭ થી ૧૯ એપ્રિલ દરમ્યાન વિધિ-વિધાનપૂર્વક ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવનાર છે.
પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી દ્વારકાના રૂકિમણી મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂક્ષ્મણીના વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે.
રૂકિમણી માતાજીના વારાદાર પૂજારી અરૂણભાઈ દવેની યાદીમાં આગામી તા. ૧૭ થી ૧૯ એપ્રિલ સુધી દ્વારકાના રાજા એવા ભગવાન શ્રી દ્વારકાધીશનો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઉજવવાનું જણાવી ગામલોકોને ભગવાન-માતાજીના લગ્નોત્સવમાં પધારવા તથા પ્રભુ પ્રસાદી લેવા રૂકિમણી મંદિરના પૂજારી અરૂણભાઈ દવે, કંદર્પભાઈ દવે દ્વારા ભાવિકોને અનુરોધ કરાયો છે.
ચૈત્ર સુદ નૌમ તા. ૧૭ એપ્રિલને બુધવારના હોટેલ દ્વારકેશના પટાંગણમાં રાત્રિના ૯ થી ૧ર સુધી સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજાશે. તા. ૧૮ મીને ગુરૂવારના રૂકિમણી માતાજી મંદિરે સવારે ૯ થી ૧ર સુધી અગીયારી તથા ગ્રહશાંતિ તેમજ સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી માતાજીના છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે. ત્યારબાદ સાંજે ૭ થી ૮-૩૦ સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂકિમણી માતાજીનો વરઘોડો નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થશે.
આ ઉપરાંત તા. ૧૯ એપ્રિલને શુક્રવારના સાંજે ૭ થી ૯-૩૦ સુધી રૂક્ષ્મણી વિવાહ વિધિવધાન અનુસાર રૂકમણિ મંદિરના પટાંગણમાં થશે તેમજ ૮-૩૦ કલાકથી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં.૧, દ્વારકામાં રાખેલ છે. સમગ્ર રૂકિમણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના નયનાબેન સતીષભાઈ ચોકસી પરિવાર તથા નિશાબેન હેમંતભાઈ ભાયાણી પરિવાર તેમજ પ્રતિકભાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial