Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લોટ માલિકે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની રાવઃ
જામનગર તા. ૧૫: જામનગરના ગુલાબનગર નજીક રવિ પાર્કમાં એક આસામીએ ખરીદેલા પ્લોટ પર ત્યાં જ રહેતા ત્રણ પિતા-પુત્રએ દબાણ ખડકી દેતાં ત્રણેય સામે પ્લોટમાલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા રવિ પાર્કમાં સંજરી ચોકમાં રહેતા શબ્બીરભાઈ બશીરભાઈ ખફી નામના આસામીએ બે વર્ષ પહેલા પોતાના ઘર પાસે આવેલા એક ખુલ્લા પ્લોટને વેચાણથી લીધો હતો.
તે પ્લોટમાં હનીફ માડકિયા તથા તેના પુત્ર આરીફ માડકીયા અને વારીસ માડકીયાએ દબાણ કરી લેતા શબ્બીરભાઈએ તે દબાણ હટાવવા જણાવ્યું હતું. ત્રણેય પિતા-પુત્રએ મિલકત બચાવી પાડવાના ઇરાદાથી દબાણ યથાવત રાખતા અને ખાલી કબજો નહીં સોંપતા આખરે શબ્બીરભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાએ આ બનાવની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial