Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોથીજી ખડબામાંથી સવા બે લાખના મુદ્દામાલ સાથે પાંચ પકડાયાઃ
જામનગર તા. ૧૫: જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં એક ફલેટમાંથી પોલીસે સાત મહિલાને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે. જ્યારે હોથીજી ખડબા, ગરીબનગર-પાણાખાણ, જાગૃતિનગરમાંથી અન્ય તેર પત્તાપ્રેમી પકડાયા છે. માંડવી ટાવર પાસે રિક્ષા સ્ટેન્ડ નજીક એકીબેકી બોલતા બે ઝડપાઈ ગયા છે.
જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં સ્કૂલ પાસે આવેલા આદર્શ રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટના ફલેટ નં.૪૦૨માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી સિટી-બી ડિવિઝનના મયુરરાજ સિંહ, સાજીદ બેલીમ, જયદીપ્સિંહ, ક્રિપાલસિંહને મળતા પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફે ત્યાં આવેલા સોનલબેન જયેશભાઈ બોડા નામના મહિલાના ફલેટમાં દરોડો પાડ્યો હતો.
તે ફલેટમાં સોનલબેનને નાલ આપી તીનપત્તી રમી રહેલા ભાવનાબેન કિરીટભાઈ માલમ, રેખાબેન ચુનીલાલ ગોરેચા ઉર્ફે રીનાબેન, મનીષાબેન પ્રતાપભાઈ હરવરા, રીટાબેન વેણીલાલ પરમાર, સકરબેન મામદભાઈ પુંજાણી, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા નામના છ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૫,૫૦૦ રોકડા કબજે કરી તમામ સાત મહિલા સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામની જર ખોખરા સીમમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કરસનભાઈ લખાભાઇ હરડાજણી, દિલીપ ઉર્ફે મુન્નાભાઈ પ્રભાશંકર વ્યાસ, સવદાસ કાનાભાઈ બરાઈ, દેવિયાભાઈ જેસાભાઇ મસુરા, મહેશભાઈ નાથાભાઈ બરાઈ નામના પાંચ શખ્સને જામજોધપુર પોલીસે પીએસઆઈ એમ.એલ. ઓડેદરાના વડપણ હેઠળ દરોડો પાડી ઝડપી લીધા હતા. પટમાંથી રૂ. ૯૬, ૨૭૦ રોકડા, પાંચ મોબાઇલ તથા બે મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૩૧,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના જાગૃતિનગર પાસે આવેલા બાવરીવાસમાં શનિવારે રાત્રે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ગોપાલ માયાભાઇ ભાર્ટી, મુકેશ વેલશીભાઈ સોલંકી, સુલતાન મહમદભાઈ સફીયા નામના ત્રણને પોલીસે રૂ. ૪,૧૫૦ રોકડા સાથે પકડી પાડ્યા હતા.
જામનગરના માંડવી ટાવર પાસે સેન્ટ્રલ બેંકના રીક્ષા સ્ટેન્ડ નજીક શનિવારે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા પ્રશાંત કાંતિલાલ વિરમગામા, અનિલ નાનજીભાઈ કણજારીયા નામના બે શખ્સને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગરીબનગર પાસે પાણાખાણમાં શનિવારે સાંજે ગંજીપાના કૂટી રહેલા અકરમ નુરમામદ વાઘેર, સાલેમામદ અબ્બાસ વાઘેર, જાહીદ જુસબ ગજણ, શાકીબ ઉર્ફે સાકીર જુસબ ગજણ, આસિફ સતાર બુચડ નામના પાંચ શખ્સને સિટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના રાજેશ વેગડ, હિતેશ મકવાણા, કલ્પેશ અઘારાને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.પી. ઝાલાની સૂચના અને પીએસઆઈ કે.ડી. જાડેજાના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડી રૂ. ૧૨,૭૦૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial