Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી બેંકમાં વેપારીએ રકમ જમા નહીં કરાવતા વોરંટનો ફોરમનો હુકમ

રૂ. ૯,૯૯,૯૭૫ જમા કરાવવા થયો હતો આદેશઃ

જામનગર તા. ૧૫: જામનગરના એક વેપારીએ પોતાની બેંકમાં આરટીજીએસ થી રૂ. ૯,૯૯,૯૭૫ ટ્રાન્સફર કર્યા હતા. તે રકમ બીજા એકાઉન્ટમાં જમા થઈ ગઈ હોવાનું જણાવાયા પછી મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યો હતો. ફોરમે તે રકમ જમા કરાવવા વેપારીને હુકમ કર્યાે હોવા છતાં તે રકમ જમા નહીં કરાવાતા વેપારી સામે વોરંટ કાઢવાનો હુકમ કરાયો છે.

જામનગરના ૫ાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને ગ્રેઈન માર્કેટમાં અનાજ કરિયાણાની પેઢી ચલાવતા દીપકભાઈ પ્રેમજીભાઈ મોદીએ પોતાના ઈન્ડુસઈન્ડ બેંકના ખાતામાંથી આરટીજીએસ મારફતે રૂ. ૯,૯૯,૯૭૫, ટ્રાન્સફર કરવા પાર્ટીને નામ તથા એકાઉન્ટ નંબર આપ્યા હતા. તે નંબર પર બેંકે રકમ જમા કરાવી દીધી હતી.

ત્યારપછી બેંકે બીજા એકાઉન્ટમાં તે રકમ જમા કરાવી છે તેમ જણાવી દીપકભાઈએ તેમના એકાઉન્ટમાં આ રકમ જમા કરાવવા બેંકને જણાવ્યું હતું. તે પછી રકમ પરત મેળવવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ફોરમે મંજૂર રાખી હતી. આ હુકમ સામે દીપકભાઈએ સ્ટેટ ફોરમમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં દીપકભાઈએ ત્રીસ દિવસમાં ઉપરોક્ત રકમ બેંકમાં જમા કરાવવી તેવો હુકમ કરવામાં આવ્યો હતો.

તે હુકમ મુજબ દીપકભાઈએ રકમ જમા ન કરાવતા બેંક દ્વારા ફોરમમાં હુકમના પાલન માટે દરખાસ્ત કરી હતી. ફોરમે આ વેપારી સામે વોરંટ ઈસ્યુ કર્યું છે. બેંક તરફથી વકીલ હાર્દિક એરડા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh