Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પછી ક્રૂડ મોંઘુ થવાની દહેશતઃ
મુંબઈ તા. ૧પઃ આજે અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારની સવારે જ શેરબજાર પછડાયું હતું. ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ પછી ક્રૂડ મોંઘુ થતાં મોંઘવારી વધવાની દહેશત વચ્ચે પ્રારંભિક કડાકા પછી રોકાણકારોના ૬ લાખ કરોડ ધોવાયા હોવાના અહેવાલો હતાં.
શેરબજારે સપ્તાહના શરૂઆત મોટા કડાકા સાથે કરી છે. સેન્સેક્સ આજે સોમવારની સવારે ૯ર૯.૭૪ પોઈન્ટ તૂટી ૭૩,૩૧પ.૧૬ થયો હતો, જ્યારે નિફ્ટી પ૦ એ મહત્ત્વની રર,પ૦૦ ની ટેકાની સપાટી ગુમાવી છે. ૧૦-ર૦ વાગ્યે ૧૪૯.૪૦ પોઈન્ટ ઘટાડે રર,૩૭૦ પર અને સેન્સેક્સ ૪૯૭.૦પ પોઈન્ટ તૂટી ૭૩,૭૪૭.૮પ પર ટ્રેડ થઈ રહ્યો છે.
શેરબજારમાં કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી ૬ લાખ કરોડ ઘટી ૩૯૩.૭૭ લાખ કરોડ થઈ હતી. એટલે કે પ્રારંભે જ રોકાણકારોના રૂ. ૬ લાખ કરોડ ધોવાયા હતાં. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે. એફએમસીજી, બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, સ્મોલકેપ, મીડકેપ, આઈપીઓ ઈન્ડેક્સ ૧પ૦ ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી અને ટેકનો શેરોમાં પણ પ્રોફિટ બુકીંગ વધ્યું છે.
એનર્જી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી સેગમેન્ટમાં ૧૧ સ્ક્રિપ્ટસ સુધારા સાથે જ્યારે ૧૯ સ્ક્રિપ્ટસ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યા છે. મેટલ શેરોમાં ૩ ટકા સુધી સુધારો જોવા મળ્યો છે. ૧૧૭ સ્ક્રિપ્ટસ વર્ષની ટોચે અને ર૪ સ્ક્રિપ્ટસ વર્ષના તળિયે પહોંચ્યા છે. ૩૭ર જેટલા શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.
સપ્તાહના અંતમાં શરૂ થનારી લોકસભા ચૂંટણી અને ચોથા ત્રિમાસિકના પરિણામો જારી કરવાની સિઝન વચ્ચે આગામી થોડા સમય માર્કેટ કોન્સોલિડેશનમાં ટ્રેડ કરે તેવો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા-પેસિફિક એક્સચેન્જીસ ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ ૩૦૦ થી વધુ મિસાઈલ લોન્ચ કરી છે. જાપાનનો નિક્કેઈ રરપ પોઈન્ટ (૧ ટકા), ઓસ્ટ્રેલિયા એસએન્ડપી ર૦૦ ઈન્ડેક્સ ૦.૬ ટકા અને દક્ષિણ કોરિયન કોસ્પી ૧ ટકા ઘટ્યો હતો.
શનિવાર અને રવિવારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયલમાં અનેક સ્થળો પર હુમલા કર્યાના કારણે દુનિયાભરમાં તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આવનારો સમય ઘણો મુશ્કેલ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારી દરમાં ભારે વધારો થવાની સંભાવના છે જેના કારણે આજે પણ શેરબજારમાં જોરદાર કડાકો થયો હોવાનું મનાય છે.
શુક્રવારે શેરબજારમાં ૧ ટકાનો ઘટાડો થયા પછી સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ૯૦૦ થી વધુ પોઈન્ટ ઘટીને ૭૩,૩૧પ.૧૬ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૦૦ પોઈન્ટથી વધુ ઘટીને રર,૩૩૯.૦પ પર ખુલ્યો હતો. બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી માત્ર ૪ શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બાકીના તમામ ર૬ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો ર.૪૧ ટકા છે. હાલ સેન્સેક્સ ૭૬ર ઘટીને ૭૩,૪૮ર અને નિફટી રર૯ ઘટીને રર,ર૮૯ ઉપર ટ્રેન્ડ કરે છે. દરમિયાન પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. પ લાખ કરોડ ઘટીને રૂ. ૩૯૪.૬૮ લાખ કરોડ થયું હતું.
સેક્ટોરલ મોરચે નિફ્ટી પીએસયુ બેંક, રિયલ્ટી અને મીડિયા ર ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતાં, જ્યારે નિફ્ટી ઓટો, ફાઈનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ ૧.ર ટકા સુધીના નુક્સાન સાથે ખુલ્યા હતાં. આજે એનએસઈ પર ર,૧૭૧ શેરનો વેપાર થયો હતો. જેમાંથી માત્ર ૧૩પ શેરમાં જ વધારો જોવા મળ્યો હતો. બાકીના ૧,૯૭૯ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પ૭ શેરોમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ૩૩ શેર પર સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ૧૬ શેર પર સપ્તાહની નીચી સપાટીએ છે. આ સિવાય રપ શેર અપર સર્કિટમાં અને ૧૧૪ શેર લોઅર સર્કિટમાં અથડાયા છે.
સેન્સેક્સ-નિફ્ટી સિવાય નિફ્ટી નેકસ્ટ પ૦, મિડકેપ, સ્મોલ કેપ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી આજે પપ૦ પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી નેક્સ્ટ પ૦ ૧૪૦૦ થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે. સેક્ટરની વાત કરીએ તો બેંક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, પ્રાઈવેટ બેંક, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કન્ઝ્યુમરમાં ૧ થી ર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં ૩.ર૧ ટકા નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial