Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં પ્રિન્ટ મીડિયામાં ચૂંટણી- લક્ષી જાહેરાતો અંગે મહત્ત્વની સૂચના

મતદાનના દિવસે તથા એક દિવસપૂર્વે

ખંભાળીયા તા. ૧પઃ મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી ચૂંટણીલક્ષી રાજકીય જાહેરાતોનું સર્ટીફિકેશન ફરજીયાત હોય. રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવા પૂર્વે એમસીએમસીમાં અરજી કરવાની રહેશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જાહેરાત બાબતે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે અને મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો તથા તેના સર્ટિફીકેશન અંગે સૂચનો કરાયા છે.

જે અનુસાર રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવા માંગતા પક્ષોએ જાહેરાત પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ કરતા બે દિવસ પહેલા જિલ્લા એમસીએમસીને અરજી કરવી. ભારતના ચૂંટણીપંચની સૂચના મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા ચૂંટણી મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો તથા તેના પ્રિ-સર્ટિફીકેશન અંગે નિર્દેશ કરવામાં આવ્યા છે.

જેમાં જણાવાયું છે કે, કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર, કોઈ સંસ્થા કે વ્યક્તિ  મતદાનના દિવસે કે મતદાનના એક દિવસ પૂર્વે કોઈ પણ રાજકીય જાહેરાત પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરી શકશે નહીં, સિવાય કે આવી જાહેરાતનું કન્ટેન્ટ રાજ્ય, જિલ્લાની એમસીએમસી દ્વારા પ્રિ-સર્ટિફીકેટ કરવામાં આવ્યું હોય. જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયામાં કાર્યરત જિલ્લા એમસીએમસીને આવી જાહેરાતોની દરખાસ્ત રજુ કરી મંજુરી મેળવવાની રહેશે. આવી રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવા માંગતા હોય તેમણે રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ કરતા બે દિવસ પહેલા એમસીએમસીને અરજી કરવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh