Advertisement
Author: નોબત સમાચાર

ધો.૧ થી ૭ના વિદ્યાર્થીઓ માટે વેસ્ટ માંથી બેસ્ટના વર્કશોપનું આયોજન

જામનગર તા. ૧પઃ જામનગરના એમ.પી.શાહ મ્યુનિ. વૃદ્ધાશ્રમ દ્વારા આગામી તા. ર૧-રર-ર૩ એપ્રિલ-ર૦ર૪ ના સંસ્થાના ભવનમાં ધો. ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ તબાસ્સુમ સૈયદ કે જેઓએ મુંબઈની કલા નિકેતન જેવી માતબર સંસ્થામાંથી આર્ટ ટીચર તરીકે ટ્રેનીંગ લઈ ૩૦ વર્ષ સુધી મુંબઈની સ્કૂલમાં સેવા આપી છે. તેમના દ્વારા આ વર્કશોપ યોજાયો છે.

આ વર્કશોપમાં ધો. ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ માટે સવારે ૧૦ થી ૧૧ નો સમય રહેશે. જ્યારે ધો. પ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે સાંજેે ૪ થી પ નો સમય રહેશે. વર્કશોપમાં જોડાવા માટે તા. ૧૮-૪-ર૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. નામ નોંધણી તથા વધુ વિગતો માટે મ્યુનિ. વૃદ્ધાશ્રમ, ખોડીયાર કોલોની, જામનગર મો.નં. ૯૯૭૮૮ ૯૭૭રર, ૯પ૧ર૭ ૧૦૭૬૦, ૦ર૮૮-ર૭૧૦૭૬૦ ઉપર સંપર્ક કરવા સંસ્થાના ટ્રસ્ટી ડો. રૂપેનભાઈ દોઢિયાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh