Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયભીમના નારાઓ ગુંજ્યાઃ પ્રતિમાને ફૂલહાર કરાયા
ખંભાળીયા તા. ૧પઃ ખંભાળીયામાં બાબા સાહેબ આંબેડકર જયંતીની ભવ્ય રીતે ઉજવણી થઈ હતી. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા અને જયભીમના નારા ગુંજ્યા હતાં.
ખંભાળીયામાં ગઈકાલે ડો. બાબાસાહેબ આંબેડકટરની જયંતી ભારે ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી.
શણગારેલી ડો. બાબાસાહેબની પ્રતિમા ફોટા સાથે શણગારેલા વાહનમાં ડીજેના તાલે બાબા સાહેબ અમર રહો તથા જયભીમના નારા તથા ઝંડાઓ સાથે વિશાળ સંખ્યામાં સ્ત્રીઓ પુરૂષો તથા બાળકો અને યુવાનો સાથે રેલી નીકળી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બાબા સાહેબ માત્ર અનુ. જાતિના જ નહીં તમામ સમાજના સર્વમાન્ય નેતા હોય અનેક સ્થળે આ ભવ્ય રેલીનું સ્વાગત થયું હતું તથા ઠંડાપીણાથી પણ સ્વાગત થયું હતું.
આ કાર્યક્રમમાં જોડાયેલા અનુ. જાતિના અગ્રણી ગિરધરભાઈ પરમારે જણાવેલ કે સમગ્ર ભારત અને વિશ્વમાં સૌથી વધુ સ્ટેચ્યુ જેમના છે તે બાબા સાહેબ આંબેડકરના કાર્યો તથા તેમની દૂરંદેશીના આજે પણ લોકો માને છે તથા તેમના કાર્યોને યાદ કર્યા હતાં.
અનુ. જાતિના અગ્રણીઓ રાજ્ય સફાઈકર્મી મહામંડળના પ્રમુખ રમેશભાઈ વાઘેલા, અગ્રણીઓ ચીમનભાઈ વાઘેલા, રમેશભાઈ ગુણવંત, રાજેશભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા વાલ્મિકી સમાજમાં પણ બાબા સાહેબની તસ્વીરને પુષ્પહાર કરાયા હતા તથા તેમના કાર્યોને યાદ કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial