Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીમા કંપનીએ નકાર્યાે હતો ક્લેઈમઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક આસામીએ સ્ટાર યુનિયન લાઈફ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો લીધા પછી તેમનું બીમારીથી અવસાન થયું હતું. તેનો ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરાતા વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના દિલીપસિંહ નાથુભા પરમારે સ્ટાર યુનિયન લાઈફ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યા પછી વીમાના સમયગાળામાં દિલીપસિંહ બીમાર પડતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું અવસાન થયું હતું.
તે પછી રેખાબેન દિલીપસિંહ પરમારે રૂ. ૫ લાખ વળતર પેટે મેળવવા કલેઈમ કર્યાે હતો. તે ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા રેખાબેને ગ્રાહક સુરક્ષા ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં બંને પક્ષ દ્વારા રજૂ કરાયેલી દલીલો સાંભળ્યા પછી ફોરમે કલેઈમની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ફરિયાદ ખર્ચ, માનસિક ત્રાસ બદલ રૂ. ૧૦ હજાર અલગથી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. અરજદારણ રેખાબેન તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial